સ્વાતંત્ર્ય સંગ્રામના સીપાઈઓ(ગતાંકથી ચાલુ)

ધ્વજસ્તંભનો બચાવ

મણીભાઈની સલાહથી ગોવીંદભાઈ સુરત સત્યાગ્રહ કરી ધરપકડ વહોરવાના હતા. પટેલ ફળીયાના જે.સી. પટેલ એમને સુરત લઈ ગયા હતા. સુરતમાં આગલી રાત્રે બોંબ ધડાકા થયા હતા. તેથી એ દીવસે સત્યાગ્રહ મુલતવી રાખવાની સલાહ મળતાં સત્યાગ્રહ થઈ શક્યો નહીં. કાંઠા વીભાગપત્રીકા એઓ રસપુર્વક વાંચતા, પ્રચાર કરતા. આવા તો મણીભાઈના અનેક વીદ્યાર્થીઓ હતા, જેઓ પ્રભાતફેરીમાં જોડાતા, સ્વાતંત્ર્યના શ્લોકગાન પુકારતા, પત્રીકાઓ પહોંચાડતા-ચોંટાડતા અને ભારતમાતાનો જયજયકાર કરતા. સ્વાતંત્ર્યતાનો સેતુ નામી અનામી અનેક રાષ્ટ્રભક્તોથી નીર્માણ પામ્યો છે. ૧૯૩૨માં ઑર્ડીનન્સ રાજ હતું. સરકારે મેજીસ્ટ્રેટોને વીશાળ સત્તાઓ આપેલી. આંદોલન કરનારને પકડી લેતી. મહાસત્તાના કાર્યકરને આશરો આપે તો તેને પણ પકડી લેતી. પીટીશન પેપરને માટે કોઈ તક ન હતી.

૨૩મી જાન્યુઆરીએ કાંઠા વીભાગના આટ ગામે અને કરાડી મુકામે ધ્વજવંદનનો કાર્યક્રમ ગોઠવેલો હતો. પોલીસ આ કાર્યક્રમ કોઈ પણ ભોગે કરવા દેવા માગતી ન હતી. વીદ્યાર્થીઓ ઝંડા ઉંચા રહેના નારા લગાડતા. પાંચાકાકા વાડી જે તે વખતે આઝાદ મેદાન તરીકે જાણીતી હતી. ત્યાં ધ્વજ રોહણ વીધી થવાની હતી. ત્યાં ધ્વજસ્તંભ રોપવામાં આવ્યો હતો.

પોલીસને આ સમાચાર મળતાં તેઓ ધ્વજસ્તંભે પહોંચી ગયા, અને ધ્વજનો થાંભલો ખોદવા લાગી ગયા. ધ્વજવંદન ન થવા દેવાનો પોલીસનો નીર્ધાર હતો, તેથી ત્યાંથી થાંભલો ખટારામાં નાખી ઉપાડી જવો હતો. આ વખતે મણીભાઈ પટેલ, ગણેશજી સુખાભાઈ અને ઉંકાભાઈ કાલીદાસ આ ત્રણ નાથુભાઈ ઉંકાભાઈ ગાંધીને ત્યાં બેઠા હતા.

જેવા આ સમાચાર મળ્યા કે આ ત્રીપુટીએ ધ્વજવંદન સ્થળ તરફ દોટ મુકી. મણીભાઈએ ધ્વજને મજબુત હાથે પકડી લીધો. ધ્વજ છોડાવવા પોલીસે મણીભાઈના હાથમાં સખત દંડાનો પ્રહાર કર્યો. મણીભાઈ લોહીલુહાણ થયા. આ જોઈ ધ્વજના રક્ષણાર્થે ઉંકાભાઈ કાલીદાસએ ઝનુનપુર્વક દોડી જઈ ધ્વજને પકડી લીધો. પોલીસે ઉંકાભાઈને માથામાં સખત પ્રહાર કર્યો, ને તેઓ જમીન પર પડી ગયા. અસંખ્ય પોલીસોની વચ્ચે જઈને ગણેશભાઈએ પણ ધ્વજને બચાવવાનો પ્રયાસ કર્યો.

લોકોના હૃદયમાં પણ આ ભાવ છલકાતો હતોઃ

ઝંડા અજર અમર રહેજે, વધ વધ આકાશે જાજે

પરાક્રમને પંથે પડેલી પ્રજામાં તો એક જ ક્રાંતીનાદ ગુંજતો હતોઃ

નહીં નમશે નહીં નમશે નીશાન ભુમી ભારતનું (વધુ આવતા અંકમાં)

Advertisements

2 responses to “સ્વાતંત્ર્ય સંગ્રામના સીપાઈઓ(ગતાંકથી ચાલુ)

 1. કદાચ કોઈ મદદ કરે શકે?
  અમારા એક મિત્ર એક સંશોધન કરે છે અને તેમને માહિતી જોઈએ છે. શું કોઈ મદદ કરે શકે?
  I am the writer/journalist who telephoned you earlier today, from Switzerland. My apologies for disturbing you then, while you were away from home. Now that I can write to you I can explain properly why I called.

  As a science journalist(from Switzerland) I write for many publications including The Economist, National Geographic and the London Telegraph. But I have also published several books, both factual and fiction, and I have now been commissioned to write a book about the Spanish flu – the influenza pandemic that swept the world in 1918-1919 and killed between 50 and 100 million people.

  One of the countries that suffered worst in this disaster was India, with an estimated 18 million dead, yet despite this the Indian story has barely been told. I would like to put that right. In my book I am going to paint portraits (in words) of six very different societies around the world, to show how the flu impacted on them. One of them will be the adivasis of the Dangs around Ahwa, in Gujarat. There are several reasons for this choice, mainly:

  1. The adivasis suffered very badly, mainly because of their poor living conditions and nutrition but also because of their lack of natural immunity. They also, apparently, lost faith with their bhagats who could not help them.
  2. The Patidar Youth Movement – notably brothers Kalyanji and Kunvarji Mehta – went to help, setting up a Home Rule League inoculation programme in the area, for example, and distributing Ayurvedic medicines.
  3. American missionaries were active in the area at that time.

  For these reasons, there is some published information about the pandemic in this particular part of India. But I need more, and that’s where you come in – I hope! This was the Mehta brothers’ first real contact with rural poverty. It motivated their later efforts at social reform and in the independence movement. They were devoted followers of Mahatma Gandhi and, as you may know, went on to become prominent politicians in India. So you could say that, even if only indirectly, the flu left its mark on India in the long term.

  I would like more information about the Mehta brothers, and about what happened in the Dangs at that time – and I would like it from the Indian perspective, not from the perspective of outsiders or missionaries. Who could help? Or perhaps you know a historian of the Gandhian movement (or of the Dangs) who would be familiar with this story?

  • નમસ્તે,

   મારા બ્લોગમાં આપે લખેલી કૉમેન્ટના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે કલ્યાણજી મહેતા બાબત મારા પરીચીત દયાળભાઈ કેસરીએ લખ્યું છે, પણ દયાળભાઈ તો નવેમ્બર 2008માં સ્વર્ગવાસી થયા છે. એમની પાસેથી વધુ માહીતી મળવાની શક્યતા હતી.

   કલ્યાણજી મહેતાનો મને પ્રથમ પરીચય 1961માં થયેલો. પરંતુ એ બહુ જ ઉપર છલ્લો પરીચય હતો. દયાળભાઈ કેસરીનો નીકટનો પરીચય મને અહીં ન્યુઝીલેન્ડમાં થયો. એમની સાથે મારે આઝાદીની ચળવળ અંગે જ વધુ વાતો થઈ હતી. આથી દીલગીર છું કે આપના મીત્રને જે માહીતી જોઈએ છે તે બાબત હું કશી મદદ કરી શકું તેમ નથી. હું છેલ્લાં 39 વર્ષથી અહીં ન્યુઝીલેન્ડમાં રહું છું, આથી દેશમાં મારા બીજા કોઈ પરીચતને મળીને પણ હું મદદ કરવાની સ્થીતીમાં નથી.

   -ગાંડાભઈ વલ્લભ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s