દરબારી સાધુ

દરબારી સાધુ

ભારતને આઝાદી મળી તે પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર મુંબઈ પ્રાંતમાં હતાં. તે જમાનામાં મુંબઈ પ્રાંતમાં દારુબંધી ન હતી. દારુ-તાડી છુટથી મળતાં. આ વ્યસન સમાજ માટે અભીશાપરુપ હતું. આ વ્યસનનો ભોગ બનનાર માનવીનું કુટુંબ અનેક રીતે ખુવાર થઈ જતું. પાયમાલ થઈ જતું. કુટંુબજીવન બરબાદ થઈ જતું. કુટુંબમાં અને સમાજમાં ક્લેશ-કંકાશ, વેરઝેર વધી જતાં. દારુતાડીના વ્યવસાયમાં મોટે ભાગે પારસીઓ હતા. રાષ્ટ્રીય ચળવળ દરમીયાન દારુતાડીથી થતી પાયમાલી જોઈને, તેના નીવારણ માટે કંઈક કરવું જોઈએ તેવા શુભાશયથી સુરતના એક પારસી બાવાજી કાંઠાવીભાગમાં આવેલા. તેઓ દરબારી સાધુતરીકે ઓળખાતા. કેટલાક એમને ભગવા રંગની ખાદીની ધોતીકફનીમાં જોઈને સ્વામીજીતરીકે પણ ઓળખતા. અલગારી જીવ. એક જ ધુન. આ દારુતાડી બંધ થવાં જોઈએ. તે માટે આ અલગારી સાધુએ દારુતાડીના નીષેધ માટે કાંઠાવીભાગમાં અથાગ પ્રયત્નો કરેલા-ગાંધીજીના આગમન પહેલાં. તેઓ જાતે દારુતાડીનાં પીઠાં પર જઈ પીકેટીંગ કરતા. લોકોને સમજાવતા. જલાલપોરથી માંડીને અબ્રામા સુધીમાં જેટલા પીઠાવાળા હતા તેમને સમજાવવામાં એમણે કસર નોતી રાખી. થાય તેટલી મહેનત કરી હતી. માથાકુટ કરી હતી. પણ એમણે જોયું કે નથી તો પીઠાવાળા સમજતા કે નથી તો પીવાવાળા સમજતા. આ લાગણીશીલ જીવને બીજો કોઈ ઉપાય સુઝ્યો નહીં, ત્યારે જીવનમાં હતાશા આવી ગઈ. સખત આઘાત લાગ્યો. માનસીક સમતુલા ખોઈ બેઠા. સમાજને સ્વસ્થ કરવા નીકળેલો માણસ પોતે જ અસ્વસ્થ બની ગયો. દારુતાડીનાં પીઠાં બ્રીટીશ સરકાર માટે દુઝણી ગાય સમાન હતાં. એટલે એને તો પીઠાં ચાલુ રહે એમાં જ રસ. આઝાદીની ચળવળ દરમીયાન ગાંધીજીને પણ આ દુષણનો પુરો ખ્યાલ આવી ગયો હતો. એટલે એમણે દારુતાડીનાં પીઠાંઓ ઉપર પીકેટીંગ કરવાનું કામ બહેનોને સોંપ્યું હતું. કેટલુંક કામ થયું પણ હતું. પણ બહુ સફળતા મળી ન હતી. આઝાદી મળ્યા પછી એકમાત્ર ગુજરાત દારુબંધીને વળગી રહ્યું છે ખરું. પણ છીદ્રો ઘણાં છે. પોલીસ ખાતું સફળ થતું નથી. ત્યાં બીચારા દરબારી સાધુનું કેટલું ગજું? લોકોના સક્રીય સહકાર વીના, લોકભાગીદારી વીના, એકલો દરબારી સાધુ, એકલું પોલીસ ખાતું, એકલી સરકાર કંઈ કરી શકે નહીં. લોકશીક્ષણ, લોકસમજણ એ જ શ્રેષ્ઠ ઉપાય. સમાજને કોરી ખાતા આ ધીમા ઝેરને રોકવાનો બીજો કોઈ સુલભ ઉપાય દેખાતો નથી.(વધુ આવતા અંકમાં)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s