દીવાનજીભાઈ (ગતાંકથી ચાલુ)

દીવાનજીભાઈ વીષે વધુ દીવાનજીભાઈ નઈતાલીમના અને સર્વોદયના મુખ્ય આગેવાન હતા. ગુજરાત નઈતાલીમ સંઘના અને ગુજરાત સર્વોદય યોજનાના અધ્યક્ષ પણ રહી ચુક્યા હતા.

આપણા કાંઠાવીભાગમાં આચાર્ય મણીભાઈનું અને દીવાનજીભાઈનું ઘણું મોટું પ્રદાન છે, એ ન ભુલીએ.

મણીભાઈ ૧૯૨૮માં આચાર્ય તરીકે આવ્યા હતા. ૧૯૪૬માં નીવૃત્ત થયા. દીવાનજીભાઈ ૧૯૩૪માં આવ્યા હતા. ૧૯૯૧માં ગયા-પોતાના પ્રીય રેંટીયાનું સ્મરણ કરતાં કરતાં ખુલ્લા ખાલી હાથે. કાંઠાવીભાગને ખુબ આપ્યું. ગુજરાતમાં ગાંધીવીચારને વરેલાઓમાં આગવી ઓળખ આપી.

રેંટીયો તેમનો આરાધ્ય દેવ. ગમે ત્યાં જાય, થેલીમાં રેંટીયો તો હોય જ. સમય મળે ત્યારે કાંતે જ. ગમે તેવી સભા હોય, સંમેલન હોય, તેમનો રેંટીયો કોઈને ખલેલ પાડ્યા વીના શાંતીથી ચાલ્યા કરે. મળસ્કે ત્રણથી પાંચ સુધી કાંતતા. ફાવટ એવી કે અંધારામાં પણ કાંત્યા કરતા. એક વાર કોંગ્રેસના એક અધીવેશનમાં મહાદેવભાઈ વહેલી સવારે પ્રતીનીધીઓને જોવા નીકળ્યા. તે જ વખતે વીજળી રીસાઈ ગયેલી. છતાં દીવાનજીભાઈ અંધારામાં કાંતતા હતા. તે વખતે સાડાત્રણેક વાગ્યા હતા. કાંતવા માટે તેમને અજવાળાની જરુર ન હતી. ગમે તેવું કામકાજ હોય, દોડધામ હોય તો પણ દરરોજ અમુક તાર કાંતવા એટલે કાંતવા જ, એવી ધુન. તે વીના ઉંઘે નહીં, એવા વ્રતી. રેંટીયાની આવી ઉપાસના મેં બહુ ઓછામાં જોઈ છે. શરુઆતમાં તો તેઓ સાડાત્રણ-ચાર કલાક કાંતતા. તેની જે મજુરી મળતી તેમાંથી પોતાની જરુરીયાત પુરતું રાખીને બાકીનું ઉદ્યોગ વીદ્યાલયને અર્પણ કરી દેતા.

Advertisements

One response to “દીવાનજીભાઈ (ગતાંકથી ચાલુ)

  1. આ બઘુ વાચીને મને મારી હાઈસ્કુલ ડી.એસ.એન્ડ બી. બી. સાર્વજનિક હાઈસ્કુલ,ખારા અબ્રામાના દિવસોની યાદ આવે છે, જ્યારે આજુબાજુના ગામડામાથી આવતા મિત્રોની વાતોથી હું પ્રભાવિત થતો હતો. દાંડીના વતની મારા મિત્ર સ્વર્ગસ્થ અમ્રત પટેલ જેઓ એરુ એગ્રીકલચરલ કોલેજમા અઘ્યાપક હતા, તેમની મુલાકાતોથી મને દાંડી,કરાડી,મટવાડ વગેરે ગામોના કાર્યકરોનો પરિચય થયો હતો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s