કાંઠાના સેનાનીઓ

કાંઠાના ખમીરવંત આગેવાન સેનાનીઓ

પાંચાકાકા

બ્રીટીશ સરકારે બારડોલીના ખેડુતોની જમીન જપ્ત કરેલી-દુષ્કાળને કારણે જમીન મહેસુલ ન ભરી શકાવાથી. તેમાં કરાડી-મટવાડની સડક પર આવેલ પાંચાકાકાની દોઢેક વીઘાં જમીન પણ હતી. જે જમીન મહેસુલ ન ભરવાને કારણે સરકારે જપ્ત કરેલી.

૧૯૩૭-૩૮માં દેશભરના પ્રાંતોમાં કોંગ્રેસ સરકારો સ્થપાઈ. મુંબઈ સરકારના મહેસુલ પ્રધાન મોરારજી દેસાઈ હતા. જે જમીનો જપ્ત થયેલી તે બધી જ ખેડુતોને પાછી આપવામાં આવી. તે રીતે પાંચાકાકાને તેમની જપ્ત થયેલી જમીન પાછી આપવા સરકારી માણસો ગયા, પરંતુ પાંચાકાકાએ સંપુર્ણ સ્વરાજ્ય ન મળે ત્યાં સુધી જમીન લેવાની ના પાડી. ખુબ સમજાવ્યા. ન માન્યા. એટલે નક્કી કર્યું કે સંપુર્ણ સ્વરાજ્ય મળે ત્યાં સુધી એ જમીન કરાડીના ખાદી કાર્યાલયને અર્પણ કરવી.

૧૯૪૭માં સ્વરાજ્ય મળ્યું, ત્યારે પાંચાકાકાને જમીન લેવા ફરીથી આગ્રહ કરવામાં આવ્યો. પણ પાંચાકાકાએ કહ્યુંઃ સાચું સ્વરાજ્ય ક્યાં છે? જ્યારે પોલીસોની મદદ વીના પ્રજા રહેતાં શીખશે ત્યારે જ સ્વરાજ્યની મારી ટેક પુરી થશે.આવા ટેકીલા.

જમીન તેમણે ન જ લીધી. રાષ્ટ્રીય પ્રવૃત્તી ચલાવવા માટે અર્પણ કરી દીધી. એ જમીન પર દીવાનજીભાઈએ ઝુંપડી બાંધી ખાદી કાર્યાલયની શરુઆત કરી. વર્ષો સુધી દીવાનજીભાઈએ એ ઝુંપડીમાં ખાદીકામની ધુણી ધખાવી. રેંટીયાનો યજ્ઞ માંડ્યો. ખાદીકામને પ્રતીષ્ઠા અપાવી. આખા ગુજરાતને મીશનરી ભાવનાવાળા, નમુનેદાર ખાદી કાર્યકરો આપ્યા.

એ રીતે પાંચાકાકાએ આપેલી જમીનનું સાચું તર્પણ થયું.

આજે તો પાંચાકાકા પણ નથી અને દીવાનજીભાઈ પણ નથી, પણ ત્યાગ અને ખુમારીના પ્રતીક સમી એ જગ્યા એ બંને પુણ્યાત્માઓનું પવીત્ર સ્મરણ કરાવ્યા કરે છે. (વધુ આવતા અંકમાં)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s