ગાંધીજીનાં કાર્યોની સંક્ષીપ્ત ઝાંખી

“બાપુ”નાં કાર્યોની સંક્ષીપ્ત ઝાંખી
૧૮૬૯ ૨ ઑક્ટોબર, પોરબંદર શ્રી કરમચંદ ગાંધીને ત્યાં એમનો જન્મ.
૧૮૮૩ ૧૩ વર્ષની ઉંમરે કસ્તુરબાઈ સાથે તેમનાં લગ્ન.
૧૮૮૫ શ્રી કરમચંદ ગાંધીનું અવસાન.
૧૮૮૬ મેટ્રીકની પરીક્ષા પાસ કરી કૉલેજમાં દાખલ થયા.
૧૮૮૮ ૪ સપ્ટેમ્બર કાયદાના અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા.
૧૮૯૧ ૧૨ જુન ઈંગ્લેન્ડથી ભારત તરફ રવાના થયા.
૧૮૯૩ વેપારી પેઢીના કામે દક્ષીણ આફ્રીકા જવા રવાના થયા.
૧૮૯૩-૯૫ દક્ષીણ આફ્રીકામાં વકીલાતની શરુઆત કરી.
૧૮૯૬ જુન, ભારતમાં પાછા આવ્યા.
૧૮૯૯ બોઅર યુદ્ધમાં ઘાયલોની સેવા માટે સમીતીની સ્થાપના કરી.
૧૯૦૨ દેશયાત્રા, રેલ્વેમાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરી.
૧૯૦૩ ૧ જાન્યુઆરી પ્રીટોરીયા ગયા અને એપ્રીલથી વકીલાતનો પ્રારંભ.
૧૯૦૭ સત્યાગ્રહ આંદોલનની શરુઆત.
૧૯૦૮ બે માસની કારાવાસની સજા. ૧૫ ઓક્ટોબર બે માસની જેલ ફરીથી.
૧૯૧૦ શીક્ષણ પ્રબંધ કર્યો.
૧૯૧૩ કસ્તુરબા સાથે સત્યાગ્રહના આંદોલનમાં પકડાયા.
૧૯૧૪ સત્યાગ્રહીઓની નૈતીક ભુલને કારણે ૧૪ ઉપવાસ.
૧૯૧૫ મહાત્માનું બીરુદ મળ્યું.
૧૯૧૬ ૪ ફેબ્રુઆરી, શ્રી નહેરુ સાથે પ્રથમ મુલાકાત.
૧૯૧૭ ૧૩ જુન, સાબરમતી આશ્રમની સ્થાપના.
૧૯૧૮ ૧૧ એપ્રીલ, રૉલેટ ઍક્ટનો વીરોધ કરવા દીલ્હી આવતાં ચળવળમાં
ગીરફ્તાર.
૧૯૨૦ ગુજરાત વીદ્યાપીઠની સ્થાપના.
૧૯૨૧ લંગોટી પહેરવાનો નીશ્ચય.
૧૯૨૨ ૧૯ માર્ચ ગુજરાતીમાં આત્મકથા લખવાની શરુઆત કરી.
૧૯૨૩ હીન્દુસ્તાન સેવાદળની સ્થાપના.
૧૯૨૪ ૫ ફેબ્રુઆરી બીનશરતી જેલમુક્તી.
૧૯૩૦ ૧૨ માર્ચ ઐતીહાસીક દાંડી કુચ.
૧૯૩૧ ૨૬ ઑગષ્ટ, ગોળમેજી પરીષદમાં ભાગ લેવા ઈંગ્લેન્ડ જવા રવાના.
૧૯૩૨ ૪ જાન્યુઆરી, સત્યાગ્રહની ફરી શરુઆત.
૧૯૩૩ ૮ મે, ૨૧ દીવસીય ઉપવાસ શરુ. ૨૧ મે, ઉપવાસની સમાપ્તી.
૧૯૩૪ ઑક્ટોબર, કોંગ્રેસના સભ્યપદનો ત્યાગ.
૧૯૩૫ એપ્રીલ, હીન્દીને રાષ્ટ્રભાષાની અપીલ.
૧૯૩૯ હીટલરને યુદ્ધ ન કરવાની અપીલ.
૧૯૪૦ ૧૧ ઑક્ટોબર, સત્યાગ્રહનો સુત્રપાત.
૧૯૪૨ ૯ ઑગષ્ટ, “ભારત છોડો” પ્રસ્તાવને કારણે ગીરફ્તાર. ૧૬ ઑગષ્ટ,
મહાદેવભાઈનું અવસાન.
૧૯૪૩ ૧૦ ફેબ્રુઆરી, આગાખાન મહેલમાં ૨૧ દીવસના ઉપવાસનો આરંભ.
૧૯૪૪ ૨૨ ફેબ્રુઆરી, કસ્તુરબાનું અવસાન.
૧૯૪૫ સીમલામાં સ્વાતંત્ર્ય વાર્તાલાપ.
૧૯૪૬ ૧ મે, બ્રીટીશ પ્રતીનીધી મંડળ સાથે મુલાકાત.
૧૯૪૭ માર્ચ બીહાર યાત્રા.
૧૯૪૭ ૧૫ ઑગષ્ટ, ભારતની આઝાદી.
૧૯૪૮ ૧૮ જાન્યુઆરી, નેતાઓના આશ્વાસનથી ઉપવાસની સમાપ્તી.
૧૯૪૮ ૨૦ જાન્યુઆરી, પ્રાર્થનાસભામાં બોમ્બ ફેંકાયો, પણ કોઈ નુકશાન ન
થયું.
૧૯૪૮ ૩૦ જાન્યુઆરી, મહાપ્રયાણ (નીર્વાણદીન).

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s