મટવાડનો કેસ


મટવાડના કેસની સુનાવણી

બંધન અને મુક્તીનો સંઘર્ષ અનાદીકાળથી ચાલ્યો આવે છે. મુક્તી એ માનવીનું પ્રથમ ધ્યેય છે. તેને પહોંચી વળવા તે સતત પ્રયત્ન કર્યા જ કરે છે. બંધન ગમે તેવું હોય, ગમે તેટલું શક્તીશાળી હોય, બંધન તે બંધન જ છે. માનવ તેને તોડવા માટે જીવનભર પ્રયત્ન કર્યા જ કરે છે. એમાં સફળતા મળે કે ન મળે.

બ્રીટીશ સામ્રાજ્ય ગમે તેટલું મહાન, બળવાન અને શક્તીશાળી હતું, તો પણ હીંદીઓ દાયકાઓથી એને હીંદુસ્તાનમાંથી હાંકી કાઢવા માટે અને સ્વરાજ્યની સ્થાપના કરવા માટે કૃતસંકલ્પ હતા.

૧૯૪૨ની ૨૨મી ઑગષ્ટે મટવાડમાં જે અભુતપુર્વ સરઘસ નીકળ્યું હતું તેનો જુસ્સો ગજબનો હતો. જાણે આજે જ સ્વરાજ મળી જવાનું છે, એવો મીજાજ સૌની આંખોમાં દેખાતો હતો. પોલીસોની સાથે ધીંગાણું થશે એવી તો કોઈને કલ્પના ન હતી. આવડા મોટા સરઘસની પાસે એક પણ હથીયાર ન હતું. નાનકડો દંડુકો પણ નહી. પણ વાતાવરણમાં આવેશ હતો. ઉશ્કેરાટ હતો. અને ઉશ્કેરાટ અગ્નીનું કામ પણ કરી શકે. સરઘસમાંનું કોઈક જોર જોરથી બોલ્યુંઃ ભારત માતાકી જય.કોણ જાણે કેમ ઉશ્કેરાટ વધી ગયો. ઉશ્કેરાટે ઝનુનનું સ્વરુપ લીધું. પોલીસોને જોઈને ટોળું બેકાબુ બની ગયું. ટોળાને કાબુમાં લેવા પોલીસોએ પહેલાં લાઠીમાર અને પછી ગોળીબાર કર્યો. ભાગંભાગ થઈ ગઈ. ગોળીબારથી ત્રણ જણા પછીથી શહીદ થઈ ગયા. ઝપાઝપીમાં એક પોલીસ પણ મરાયો. આના અનુસંધાનમાં પોલીસો તરફથી કેસ કરવામાં આવ્યો હતો. એ કેસની સુનાવણી હતી.

પોલીસો તરફથી કેસની જે વીગતો રજુ કરવામાં આવી હતી તે આ પ્રમાણે હતી. ઃ ૨૨મી ઑગષ્ટે બેથી ત્રણ હજાર માણસોનું સરઘસ સુત્રોચ્ચાર કરતું કરતું મોટરસ્ટેન્ડ આગળથી નીકળ્યું હતું. ત્યાં પોલીસે કેટલાંક માણસોને અટકમાં લેતાં પોલીસો પર હુમલો થયો હતો. પરીણામે એક પોલીસ મરણ પામ્યો હતો. બીજા કેટલાક ઘવાયા હતા. પોલીસે પણ ગોળીબાર કર્યો હતો. પરીણામે કેટલાક લોકો ઈજા પામ્યા હતા. આ ધમાલમાં પોલીસની ચાર બંદુકો ને બે બેયોનેટ ઘુમ થઈ ગઈ હતી.

રાષ્ટ્રવાદીઓના મતે સરઘસ શાંતીથી વીખેરાતું હતું. આગેવાનોએ પોલીસોને ધમાલ ન કરવા વીનંતી કરી હતી, જે અવગણી કાઢવામાં આવી હતી. પોલીસો નાળમાં ધસી આવ્યા હતા, અને અગેવાનોને ઝુડવાનું શરુ કરી દીધું હતું, જેથી લોકો ઉશ્કેરાયા હતા. પોલીસોની બંદુકો ઝુંટવાઈ ગઈ હતી. બેયોનટની હકીકત ખોટી આપવામાં આવી છે. ધમાલ થતાં એક પોલીસનું મૃત્યુ થયું હતું. ધસી આવેલ પોલીસમાંથી રામુ સદાશીવે છટકી જઈ ટોળા પર ગોળીબાર કર્યો હતો. ૨૮ ગોળી છોડવામાં આવી હતી. પરીણામે ત્રણ રાષ્ટ્રવાદીઓ મરણ પામ્યા હતા. દશેક જણ ગંભીર રીતે ઘવાયા હતા.

આ પોલીસ ખુનકેસમાં સરકારી દફતરે કુલ ૬૨ આરોપીઓને સંડોવવામાં આવ્યા હતા. ૪૮ આરોપીઓ પર કેસ ચલાવવામાં આવ્યો હતો. તેમાંથી ૨૫ આરોપીઓને પુરતા પુરાવાના અભાવે છોડી મુકવામાં આવ્યા હતા. બાકીના ૨૩ આરોપીઓને સેસન્સ કમીટ કરવામાં આવ્યા હતા.

આરોપીઓમાંથી છુટી ગયેલા રાષ્ટ્રવાદીઓ

1. ઉંકાભાઈ રણછોડભાઈ પટેલ

2. ગોવીંદભાઈ નાનાભાઈ પટેલ

3. ઉંકાભાઈ ગોપાળભાઈ પટેલ

4. મંગળભાઈ નરોત્તમભાઈ પટેલ

5. બુધીયાભાઈ ઝીણાભાઈ પટેલ

6. કાનજીભાઈ પાંચીયાભાઈ પટેલ

7. મંગાભાઈ બાવાભાઈ પટેલ

8. હીરાભાઈ ઢેડાભાઈ પટેલ

9. હીરાભાઈ કાનજીભાઈ પટેલ

10. ગોવનભાઈ રવજીભાઈ પટેલ

11. ભાણાભાઈ નાનાભાઈ પટેલ

12. ઉંકાભાઈ પાંચાભાઈ પટેલ

13. રામજીભાઈ ધીરજભાઈ નાથુભાઈ પટેલ

14. ગોસાંઈભાઈ સુખાભાઈ પટેલ

15. લાલભાઈ છીબાભાઈ પટેલ

16. પ્રેમાભાઈ લાલભાઈ પટેલ

17. લલ્લુભાઈ જગાભાઈ પટેલ

18. ભવનભાઈ છીકાભાઈ પટેલ

19. પ્રેમાભાઈ છીકાભાઈ પટેલ

20. પરસોત્તમ હરીભાઈ પટેલ

21. નારણભાઈ ઉંકાભાઈ પટેલ

22. ભાણાભાઈ લાલાભાઈ પટેલ

23. કાનજીભાઈ છીબાભાઈ પટેલ

24. જેરામભાઈ રવજીભાઈ પટેલ

25. પરભુભાઈ જીવાભાઈ પટેલ

સેસન્સ કમીટ રાષ્ટ્રવાદીઓ

1. છીમાભાઈ દુભાભાઈ પટેલ

2. સોમાભાઈ પ્રેમાભાઈ પટેલ

3. રણછોડભાઈ ઝીણાભાઈ પટેલ

4. નાથીયાભાઈ છનીયાભાઈ પટેલ

5. છોટુભાઈ છીમાભાઈ પટેલ

6. દયાળભાઈ મોરારભાઈ પટેલ

7. ડાહ્યાભાઈ ગોપાળભાઈ પટેલ

8. નારણભાઈ રવજીભાઈ પટેલ

9. નરસીંભાઈ સોમાભાઈ પટેલ

10. મગનભાઈ છીબાભાઈ પટેલ

11. કેશાભાઈ સુખાભાઈ પટેલ

12. ભીખાભાઈ રવજીભાઈ પટેલ

13. મંગાભાઈ ગોવનભાઈ પટેલ

14. રણછોડભાઈ લાલાભાઈ પટેલ

15. મનુભાઈ ઉમેદરામ

16. જેરામભાઈ સુખાભાઈ પટેલ

17. રામાભાઈ ઉંકાભાઈ પટેલ

18. કાનજીભાઈ બુધીભાઈ પટેલ

19. ઢેડાભાઈ લાલીયાભાઈ પટેલ

20. દયાળભાઈ સોમાભાઈ પટેલ

21. જેરામભાઈ ફકીરભાઈ પટેલ

22. દયાળભાઈ કેશવભાઈ પટેલ

23. મણીભાઈ છનાભાઈ પટેલ

આ રાષ્ટ્રવાદીઓ પર એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે આ લોકો ગેરકાયદેસર મંડળીઓ રચે છે. સરઘસના રુપમાં સરકારી ચોરા પર હુમલો કરે છે. પોલીસ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. એક પોલીસનું ખુન કરવામાં આવ્યું હતું. સાથે એ પણ જણાવવામાં આવ્યું હતું કે આ કોમ (કોળી પટેલ)ના બીજા ૧૪ જેટલા રાષ્ટ્રવાદીઓ નાસતા ફરે છે. આ પ્રમાણેનું તહોમત પોલીસ તરફથી મુકવામાં આવ્યું હતું.

જ્યારે કેસના સંદર્ભમાં હકીકત એનાથી જુદી હતી. હકીકત એ હતી કે શાંતીથી વીખેરાઈ જતા સરઘસ પર પોલીસો અકારણ ધસી આવ્યા હતા અને લાઠીમાર કર્યો હતો.

આ કેસમાં કુલ ૩૫ સાક્ષીઓ હતા.

સરકાર પક્ષે ધારાશાસ્ત્રી તરીકે શ્રી લક્ષ્મીશંકર દવે હતા. પાછળથી શ્રી ગુલામરસુલ એ. શેખને રોકવામાં આવ્યા હતા.

રાષ્ટ્રવાદીઓના બચાવપક્ષે ૧થી ૧૬ માટે રાવબહાદુર મણીભાઈ કરુણારામ તથા ૧૭થી ૩૨ માટે રમણીકલાલ જોષી અને ગુપ્તાનંદ પંડ્યા હતા. ૩૩થી ૪૮ માટે નસરવાનજી કાવસજી વકીલ હતા.

કેસની સુનાવણી કરવામાં આવી ત્યારે પોલીસો અને વેઠીયાઓ સાચા સાક્ષી નથી એમ કલેક્ટરે વારંવાર નોંધ લીધી હતી. આ આરોપીઓમાં છોટુભાઈ છીમાભાઈ જ્યારે પકડાયા ત્યારે તેમની ઉંમર ૧૬ વર્ષની નીચે હતી, એટલે એમના વકીલે વારંવાર અપીલ કરી હતી, વીરોધ કર્યો હતો. અંતે મુંબઈ હાઈકોર્ટના નીયમ પ્રમાણે જો છોટુભાઈ ગુનેગાર ઠરે તો સજા ભોગવવી પડે. એ રીતે છોટુભાઈને સજા કરી હતી. છોટુભાઈએ પોલીસથાણે હાજરી આપી સજા ભોગવી હતી.

૧૩ આરોપીઓને સજા કરવામાં આવી હતી, જેમાં ચાર કેદીઓ તો ઘણી મોટી ઉંમરના હતા. બધાને ચાર કે છ માસની સજા કરવામાં આવી હતી. સજા પામેલા આરોપીઓને સાબરમતી જેલમાં બડા ચક્કર નં. ૪માં રાખવામાં આવ્યા હતા. છેવટે આ બધા કેદીઓ જુન-જુલાઈ માસમાં છુટી ગયા હતા.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s