અમારી ધરપકડ

અમારી ધરપકડ
૧૯૪૩ના ફેબ્રુઆરીની ૧૯મી તારીખ રાષ્ટ્રવાદીઓ માટે અપશુકનીયાળ નીવડી. ડાહ્યાભાઈ બુધીયા અને હરીભાઈ સાંજનું ભોજન લઈને આવ્યા. તેને ન્યાય આપી વાસણો ધોતાં મારા હાથમાંથી માટીનું વાસણ છટક્યું. અને જેકના મોંમાંથી શબ્દો સરી પડ્યા – “કંઈક અમંગળ થવાની આગાહી છે!”
ગામગપાટા મારતાં દશે જણા મોડી રાત્રે સુતા. રાત્રે ત્રણેક વાગ્યે ભર ઉંઘમાંથી ઉઠાડી બધાને ઘેરી લીધા. સામે બંદુકો અને રીવોલ્વરથી સજ્જ પોલીસો હતા. આચાર્ય મણીભાઈને નેતરના દંડાથી ફટકાર્યા. પછી પુછ્યુંઃ “બંદુકો ક્યાં છે?” આચાર્ય મણીભાઈએ જવાબ આપ્યો, “અમને ખબર નથી.” સૌને દોરડાંથી બાંધી દેલવાડા ગામને પાદર ઉભેલ બસમાં બેસાડી દીધા. સવારે દશ વાગે તો માંડ માંડ ચાર-પાંચ રહી શકે એવી કોટડીમાં અમને દશને પુરી દીધા. વારાફરતી દરેકને હાથપગ ધોવા માટે જાહેર નળ પર લઈ ગયા. ત્યાં એક પોલીસ ચોકી કરતો હતો. જેકનો વારો આવ્યો. એને વીચાર આવ્યો કે પેલા મચ્છરને મસળીને ભાગી જાઉં? પણ તે જ ક્ષણે એમ થયું કે દયાળ કેસરી ભાગેલો ત્યારે બધાને કેટલા બધા હેરાન થવું પડેલું! એટલે વીચાર માંડી વાળ્યો. રાત્રે નવ વાગે ડી.એસ.પી. મુલાકાતે આવ્યા. તેમણે તાકી તાકીને પુછ્યું – “આમાં જેક કોણ?” કોઈકે નીર્દેશ કર્યો – પેલો વચ્ચે બેઠેલો છે તે. “એ તો નાના છોકરા જેવો છે.” જેકનું સ્વમાન ઘવાયું. બોલી ઉઠ્યો – “એ તો તમે બહાર કાઢો તો ખબર પડે!”
બીજે દીવસે સવારે નવસારી સબજેલમાં લઈ ગયા. અમને ચારેને એક કોટડીમાં પુરી દીધા. બાકીના છને બીજી કોટડીમાં. દરેક જણે પથ્થરના ઓટલા પર સુવાનું. જેલ ફરતે ૧૫ ફુટ ઉંચી દીવાલ. ચારે ખુણે પોલીસોની ચોવીસે કલાક ચોકી. ગાયકવાડી જેલ એટલે બ્રીટીશ પોલીસો જેવો ત્રાસ નહી. રાત્રે હાજતે જવા માટે એક વાસણ આપતા. તે કોટડીમાં જ રહેતું. ખુબ દુર્ગંધ મારતું. એટલે ન છુટકે જ એનો ઉપયોગ કરતા. નવસારીની આસપાસથી પકડાયેલા બીજા પણ ૪૦ જેટલા રાષ્ટ્રવાદીઓ આ જેલમાં હતા.
આ બધા રાષ્ટ્રવાદી કેદીઓ એક જ રસોડે જમતા. રસોડા માટે જોઈતી સામગ્રી એક લારીવાળો લાવી આપતો. આચાર્ય મણીભાઈ બધાનું ધ્યાન રાખતા. મુલાકાતના દીવસે સગાંસંબંધીઓ વાનગીઓ લઈ આવતાં. ત્યારે આનંદોચ્છવ જેવું વાતાવરણ સર્જાતું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s