યુરોપીયન અધીકારીની મુલાકાત

યુરોપીયન અધીકારીની મુલાકાત
લડતનું એક હથીયાર તે પરદેશી કાપડનો બહીષ્કાર. તેના અનુસંધાનમાં બધા ભાઈઓ જેલમાં નીયમીત કાંતતા. બ્રીટીશ સરકારને આ વાત કણાની જેમ ખુંચતી હતી.
આ જેલયાત્રા દરમીયાન એક વાર સુરતની સબજેલમાં એક અંગ્રેજ અધીકારી મુલાકાતે આવ્યા હતા. સૌને રેંટીયો કાંતતા જોઈને પાસે આવી પ્રશ્ન કર્યો.

અંગ્રેજ અધીકારી ઃ કોઈ ફરીયાદ?
કેસરી ઃ ના, કોઈ ફરીયાદ નથી.
અંગ્રેજ અધીકારી ઃ છોકરાઓ, તમે અહીં આનંદમાં હોવા
જોઈએ.
કેસરી ઃ તમે શી રીતે જાણ્યું?
અંગ્રેજ અધીકારી ઃ તમે ફરીયાદ કરતા નથી એટલે તમે
આનંદમાં જ હોવા જોઈએ.
કેસરી ઃ અમે ફરીયાદ એટલા માટે નથી કરતા કે
તમે કંઈ કરી શકતા નથી.
અંગ્રેજ અધીકારી ઃ તમે કહેવા શું માગો છો? હું શા માટે
કંઈ ન કરી શકું? મારી પાસે સત્તા છે. મારી પાસે શક્તી છે. મને તમારી ફરીયાદ કહો.
કેસરી ઃ અમારી પાસે સેંકડો ફરીયાદો છે.
(તેણે પોતાના સેક્રેટરીને નોંધ લેવા કહ્યું.)
કેસરી ઃ અમને અહીં દરરોજ કાંદા ખવડાવવામાં
આવે છે.
અંગ્રેજ અધીકારી ઃ તમારે માટે એ સરસ છે. હું પોતે પણ કાંદા ખાઉં છું.
કેસરી ઃ ખાતા હશો. પણ જેટલા અમે ખાઈએ છીએ એટલા ચોક્કસ નહી ખાતા હો.
તેમણે જેલરને પુછ્યુંઃ આ સાચું છે?
જેલર ઃ હા જી.
(તેમણે સેક્રેટરીને કાંદાનું પ્રમાણ ઓછું કરવા કહ્યું.)
કેસરી ઃ અમારાં સગાંસંબંધીઓ સાથેની અમારી મુલાકાતની વ્યવસ્થા બરાબર થતી નથી. તેઓ ચાલતાં ચાલતાં, બસમાં કે ટ્રેનમાં દુર દુરથી આવે છે. એમને થોડી જ મીનીટો આપવામાં આવે છે.
તેમણે જેલરને પુછ્યુંઃ મુલાકતીઓ માટે ધારાધોરણ શું છે?
જેલર ઃ કેદીઓને મુલાકાત માટે દશ મીનીટ ઠરાવેલ છે.
કેસરી ઃ અમને દશ મીનીટ આપવામાં આવતી નથી.
(તેમણે સેક્રેટરીને આની નોંધ લેવા કહ્યું, અને કહ્યું કે હવે પછી તેમને દશ મીનીટ આપવામાં આવે.)
જેલઅધીકારી ઃ બીજી કોઈ ફરીયાદ?
કેસરી ઃ અમને વર્તમાન પત્રો મળતાં નથી.
(કાયદો શું છે તે અધીકારશ્રીએ જેલરને પુછ્યું.)
જેલર ઃ જવાબદાર કેદીઓ પોતાના ખર્ચે સરકાર માન્ય વર્તમાન પત્રો લઈ શકે છે.
મારી આ ફરીયાદ પછી કેદીઓને મુલાકાત માટે દશ મીનીટ આપવામાં આવતી. કેદીઓ બહારથી છાપું મંગાવી શકતા. રાષ્ટ્રવાદી કેદીઓ માટે જેલના નીયમોનું પુસ્તક પણ મંગાવવામાં આવ્યું.
આ રીતે મારા પ્રયત્નને કારણે કેદીઓને કેટલીક સગવડો મળતી થઈ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s