અમારું જેલજીવન

અમારું જેલજીવન
જેલમાં અમે પાટી વણવાનું કામ કરતા. નીયમ પ્રમાણે દરરોજ ૭૫ ફુટ પાટી વણવાની. અમે વહેલી સવારે પાટી વણવાનું શરુ કરતા. ૧૧-૧૨ વાગ્યા સુધીમાં પુરી કરી દેતા. પીળી પાઘડીવાળો લાંબી સજાનો એક કેદી પાટી માપતો. જેકભાઈએ તેની સાથે દોસ્તી બાંધી દીધી હતી. પાંચ-દસ ફુટ ઓછી હોય તો પણ એ ચલાવી લેતો. મીત્રધર્મ બજાવતો.
જેલ તો એક આકરું, કપરું સ્થળ. આખો દીવસ કેદખાનામાં પુરાઈ રહેવાનું. ભલભલાના હાંજા ગગડી જાય, સ્ક્રુ ઢીલાં થઈ જાય.
એક વાર કેદીઓની સંખ્યા એટલી બધી વધી ગઈ કે જેલવાળા મુંઝાઈ ગયા. વ્યવસ્થા કેમ કરવી? આપણા માવળંકર દાદાએ (સ્વતંત્રતા પછી દેશના પ્રથમ સન્માનનીય સ્પીકર) આપણા કેદીઓ માટેનું રસોડું ચલાવવાની જવાબદારી સ્વીકારી. પાટીદાર આશ્રમવાળા નરોત્તમભાઈ, પરસોત્તમ તલાટી, અને કતારગામવાળા ભીખુભાઈને જવાબદારી સોંપી. બીજા બધા એમની મદદમાં રહ્યા. ખુબ સારી રીતે રસોડું ચલાવ્યું. સત્તાધીશોનો માથાનો બોજો ઓછો થયો. માવળંકરદાદાએ ઓફીસનું કામ કરવા માટે પણ માણસો આપ્યા.
છેવટની જેલ અમે ૧૯૪૪માં ભોગવેલી. ત્યારે કોંગ્રેસી કેદીઓ છુટી ગયા હતા. તંત્ર ફરી સરકારી અધીકારીઓના હાથમાં હતું. એ લોકો જ રસોડાની વ્યવસ્થા કરતા. ખોરાકમાં સવારે ભડકી, બપોરે બાજરીના બે રોટલા અને મગની આછી દાળ. સાંજે ભાજી ને બે રોટલા. એમ મળતું. ભાજી એટલી ઘરડી કે ચાવતાં થાકી જવાય. એક દીવસે સાંજે મણીભાઈના શાકમાંથી મરેલો જીવડો નીકળ્યો. મણીભાઈ તો જમતાં જમતાં ઉઠી ગયા. જેકભાઈ અને પી.સી.એ પુછ્યુંઃ “શું થયું?” મેં કહ્યું કે “મણીભાઈની ભાજીમાંથી મરેલો જીવડો નીકળ્યો.” એટલે અમે બધા જ ઉઠી ગયા. તે દીવસથી સાંજે ફક્ત લુખ્ખા રોટલા મસોટી ખાતા. મેળ પડે તો સહેજ ગોળનું પાણી રેડીને ખાતા. કોઈ રવીવારે કંઈ સારું બનાવીને ખાવાનો પ્રયત્ન કરતા. મનુભાઈ પાઠક, બે પઠાણી કેદી હતા તેમની સાથે મળીને બધી ગોઠવણ કરતા. જેકભાઈ લીમડા પર ચડીને સુકાં લાકડાં લાવતા.
અમને જેલમાંથી છોડાવવા માટે બહાર રહેલા મીત્રોમાંથી નરસીંહભાઈ મંગા અને રવજીભાઈ છીબા જાત જાતની તરકીબો કરી ચીટ્ઠીઓ મોકલતા. મણીભાઈ એક શાકભાજીવાળા મારફતે એનો જવાબ મોકલતા. એ રીતે જેલના દીવસો પસાર કરતા.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s