લાલમીયાની લંગોટી

લાલમીયાંની લંગોટી

બ્રીટીશ તાજનો પોલીસ પટેલનો તોફો જેને મળ્યો હોય તેના મીજાજનું પુછવું જ શું? મોસમમીયાનું એવું હતું. રાષ્ટ્રવાદીઓની બાતમી મેળવવા તે તેના દીકરા લાલમીયાંનો ઉપયોગ કરતો. દીકરો બાપને આંટે તેવો હતો. રાષ્ટ્રવાદીઓનું પગેરું કાઢવા તે અવારનવાર દેલવાડા આવતો. બધા એનાથી ચેતતા રહેતા.

એક દીવસે અમે બધા હરીભાઈ સહીત ડાહ્યાભાઈ બુધીયાને ખેતરે બેઠા હતા. ત્યાં સોલંકીએ સમાચાર આપ્યા કે મોસમમીયાંનો કુંવર આવ્યો છે. સમાચાર સાંભળતાં જ ડાહ્યાભાઈનું લોહી ઉકળી ઉઠ્યું. સોલંકીને સાથે લઈ ડાહ્યાભાઈ ગામમાં આવ્યા. ડાહ્યાભાઈના મુખારવીંદ પરથી જેકભાઈ પામી ગયા-કંઈક બનવાનું છે.

દેલવાડા ગામમાં બળદ ખરીદવાને બહાને લાલમીયાં આવે તે વાત ડાહ્યાભાઈને ખટકતી હતી. ડાહ્યાભાઈ તો લાલમીયાંને પાઠ ભણાવવા પહોંચ્યા નદી કીનારે. મોસમમીયાંની દયા ખાઈને કોઈએ એને ચેતવી દીધો કે હમણાં જ ભાગ નહીંતર ગામના જુવાનીયા તારાં હાડકાં ખોખરાં કરી નાખશે. એટલે એ ભાગ્યો. નદી કીનારે આવી હોડીની વાટ જોવા લાગ્યો. હોડી આવી. ડાહ્યાભાઈએ હાથ ઉંચો કરીને હોડીવાળાને સંકેત કર્યો. હોડીવાળો હોડી કીનારે લઈ આવ્યો. તેમાં લાલમીયાં સહીત જેકભાઈ, ડાહ્યાભાઈ, ડી.ડી. અને સોલંકી પણ ગોઠવાઈ ગયા. ડાહ્યાભાઈએ કહ્યું કે અમને કરાડીની બ્રાહ્મણી (એક જગ્યા) પાસે ઉતારી દેવા. બ્રાહ્મણી જેવું પવીત્ર સ્થળ આવ્યું એટલે ચારેય ઉતર્યા. લાલમીયાંએ ઉતરવાની ના પાડી. એટલે ડાહ્યાભાઈએ આગ ઝરતી આંખે કહ્યુંઃ ઉતરે છે કે નહીં? પછી એનું બાવડું પકડી ઉતારી દીધો.

બોલ, શું કામ આવેલો?

હું તો….હું તો…..બળદ લેવા આવેલો. ગેં ગેં ફેં ફેં કરવા લાગ્યો.

સાચું બોલ, નહીં તો આ બ્રાહ્મણીમાં તારી કબર ચણી દઈશું. બળદ જોવા આવેલો કે કરાડી મટવાડના ભાઈઓની તપાસ કરવા આવેલો? સોલંકીએ અને ડી.ડી.એ બરાબર ઠમઠોર્યો.

પછી તો ભાઈ……! શું ધ્રૂજે? શું ધ્રૂજે? ડાહ્યાભાઈ કહેઃ બ્રિટિશરોનું કરાડી મટવાડ નથી. ગાયકવાડનું દેલવાડા છે. સમજ્યો?

જેકભાઈ કહેઃ ડાહ્યાભાઈ, તમે એને મારી ન નાખતા.

પછી એને પુર્ણા નદીના બે ફાંટા પડે છે ત્યાં એક ટાપુ પર લઈ જઈને, કપડાં કાઢી નાખીને, છોડી દીધેલો.

દેલવાડામાં દિવસો સુધી લાલમીયાંની લંગોટીની વાતો ચાલ્યા કરી. પછી ખબર પડી કે એ ચાલતો ચાલતો મછાડ ગયેલો. ત્યાંથી કોઈ મુસલમાનભાઈની પાસે કપડાં માગીને પછી મટવાડ ગયેલો. લોકો મોસમમીયાંનું ઝેરિયું (હોળીનું ગીત) ગાતાઃ

મટવાડનો પટેલ મોસમમીયો રે,

મટવાડ ગામનો પટેલ મોસમમીયો,

હો ભાઈ તેનાં તો જુલમનાં ગીત ગવાય રે,

હો ભાઈ તેનાં તો જુલમનાં ગીત…..

લાઠી મરાવી ગોળીબાર કરાવ્યા રે,

લાઠી મરાવી ગોળીબાર કરાવ્યા,

હો ભાઈ તોયે ન ધરાયો એનો જીવ રે,

હો ભાઈ તોયે ન ધરાયો એનો જીવ રે

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s