તાડ પર ત્રીરંગો ધ્વજ

તાડના ઝાડ પર ત્રીરંગો ઝંડો ફરકાવ્યો

એક વાર દેલવાડા ગામની સીમમાં બેઠા હતા. ત્યારે મણીભાઈના મનમાં વીચાર આવ્યો. એમણે જેક સામે પ્રસ્તાવ મૂક્યોઃ

મણીભાઈ જેક!

જેક બોલો મણીભાઈ? શું વાત છે?

મણીભાઈ બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી છે.

જેક શું ઈચ્છા છે?

મણીભાઈ ભારત વીદ્યાલય કરાડીની નજીક ત્રીરંગો

ઝંડો ફરકાવવો જોઈએ.

જેક જરુર ફરકાવીએ. ઝંડો ક્યાંથી લાવીશું?

મણીભાઈ શાળામાં શીક્ષકોના ઓરડામાં મોટા

કબાટમાં બે મોટા ઝંડા છે. તાળાં તોડીને

લાવવું પડશે.

જેક ભલે, જરૂરથી લઈ આવીશ.

મણીભાઈ પણ આ વાત ગુપ્ત રાખજો.

જેકભાઈની જ્યોતમાં ઘી ઉમેરાયું. બન્ને જણ રાષ્ટ્રધ્વજના વીચારોને ફ્રીજમાં મુકી દે છે. મણીભાઈ વીષયાંતર કરતાં કહે છે-આવતી કાલે તવડી જવું છે. ડાહ્યાભાઈ કાનજીને ત્યાં.

બીજે દીવસે જેકભાઈ ખાડી ઓળંગી મણીભાઈને તવડી લઈ જાય છે. મણીભાઈને જોઈને ડાહ્યાભાઈ તો રાજી રાજી થઈ જાય છે. મણીભાઈને ભેટી પડે છે. પછી બંને વાતોમાં ખોવાઈ જાય છે. જેકભાઈ પાછા દેલવાડા આવે છે.

જેકભાઈનું મન તો ઝંડાના વીચારોમાં ચકરાવે ચડ્યું હતું. ક્યારે બીજી ઓક્ટોબર આવે ને ક્યારે ઝંડો ફરકાવીએ. મનમાં વીચારી લીધું કે જો નીચી જગ્યાએ ફરકાવીએ તો પોલીસો ઉતારી જાય. એને બદલે ઉંચામાં ઉંચી જગ્યાએ ફરકાવીએ તો પોલીસોનું ગજું નહીં.

દેલવાડા ગામમાં તપાસ કરી. કોઈ તાડ પર ચઢે એવો છે? અમારા ગામમાં તાડ પર તફડાં (તાડનાં ફળ) ખુબ આવ્યાં છે. તાડ પર ચઢનાર કોઈ મળે તો ગલેલી (તડફલાં) ખાવાની મજા આવે.

એક જણ મળ્યો ખરો. પુછ્યું તરસાડી (તાડનાં પાંદડાં) પાડવાનું શું લો છો?

“પાંચ રૂપીયા.”

ઠીક, હું તને કહેવડાવીશ.

પણ પછી થયું કે જો કરાડીમાં જ કોઈ મળી જાય તો સારું.

બીજે દીવસે દેલવાડામાં હું-દયાળભાઈ કેસરી, જેરામભાઈ સુખાભાઈ, રામભાઈ ઊંકાભાઈ, નારણભાઈ ઉંકાભાઈ, પરસોત્તમ તલાટી અને ડી. એમ. વગેરે પધાર્યા હતા. જેકભાઈને જોઈને બધા રાજી રાજી થઈ ગયા. જેકભાઈના મગજમાં તો ત્રીરંગો ફરકતો હતો. એટલે હળવેકથી પુછ્યું દેલવાડામાં તાડ ઘણા છે. તાડ પર ચઢનાર કોઈ મળી જાય તો ગલેલી ખાવાની મજા આવે!

કરાડીવાળા નારણભાઈ બોલી ઉઠ્યા જેકભાઈ તમારે ગલેલી ખાવી હોય ત્યારે કહેજો ને!

નીશાન બરાબર વાગ્યું હતું.

નારણભાઈને ખાનગીમાં મળીને આખી યોજના સમજાવી, સુચવ્યું કે શાળાની નજીક હીરા છીબાના ખેતરમાં બે મોટા તાડ છે. તેની ઉપર ત્રીરંગો ઝંડો ફરકાવવાનો છે.

બીજી ઓક્ટોબર આવે તે પહેલાં દેલવાડામાં સોલંકી (જસમતભાઈ), ડી.ડી. (ડાહ્યાભાઈ દયાળ) અને ડાહ્યાભાઈ બુધીયાભાઈને આખી યોજના સમજાવી.

પહેલી ઓક્ટોબરે કરાડીના દયાળભાઈ સુખાને ઝંડા સહીત કરાડીના સ્મશાને આવી પહોંચવા કહ્યું હતું. કરાડીનું સ્મશાન એ રાષ્ટ્રવાદીઓનું મીલનસ્થળ હતું. નક્કી કરેલ રાત્રે મોટી ભરતી હતી. સામે પુર્ણા નદીનો વીશાળ પટ હતો. પાંચે પાક્કા તરવૈયા હતા. પુર્ણા નદીના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું. તરતા તરતા કરાડીના સ્મશાને આવી પહોંચ્યા. થોડી વાર પછી દયાળભાઈ આવ્યા. જેકભાઈએ પુછ્યું ઝંડો લાવ્યો કે? એ કહે એક જગ્યાએ સંતાડી રાખ્યો હતો. મળતો નથી. જેકભાઈનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે. પણ ગળી જાય છે. નારણભાઈ અને જેકભાઈ બંને શાળામાં જઈ તાળું તોડી ઝંડો લઈ આવે છે. હીરા છીબાના ખેતરે પહોંચે છે. નારણભાઈ તાડની નજીક જાય છે. પીઠ પર વાંસ અને ત્રીરંગો ઝંડો બાંધ્યો છે. ઝટપટ તાડ પર ચઢી જાય છે. દોરીથી ત્રીરંગો ઝંડો બાંધે છે. નીચે ઉભેલ મીત્રો રોમાંચ અનુભવે છે. જેકભાઈ મનોમન ગણગણે છે ઝંડા અજરઅમર રહેજે, વધવધ આકાશે જાજે. આકાશને અને ઝંડાને વંદન કરી રાત્રે બે વાગે પાછા દેલવાડા આવી જાય છે.

સવારે જેકભાઈ કરાડી જાય છે. ત્યારે મા હરખભેર સમાચાર આપે છે હીરા છીબાની વાડીમાં કોઈ ત્રીરંગો ઝંડો ફરકાવી ગયું છે. પોલીસો તેને શોધે છે!

માને ક્યાંથી ખબર કે એમના લોહીનો જ એ પ્રતાપ છે!

ખરો આનંદ તો પાંચાકાકાને થયો. કહેવા લાગ્યા છોકરાઓએ રંગ રાખ્યો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s