કપાસની હોળી

કપાસની હોળી કરી

૧૯૨૮ની સાલમાં ખેડુતોનું જીવન કેવું કપરું છે તેનો ખ્યાલ કર્યા વીના સરકારે જમીનનું મહેસુલ વધારી દીધું. ખેડુતો મુશ્કેલીમાં મુકાઈ ગયા. બારડોલીના ખેડુતોએ સત્યાગ્રહ કર્યો. સત્યાગ્રહની નેતાગીરી વલ્લભભાઈએ લીધી. લાંબી લડતને અંતે વીજય થતાં લોકો તરફથી વલ્લભભાઈને ‘સરદાર’નો ગૌરવભર્યો ખીતાબ મળ્યો.

સત્યાગ્રહ દરમીયાન ખેડુતો જે થોડોઘણો કપાસ પકવી શક્યા હતા તે એક જીનમાં સોંપી દઈ વળતરની રાહ જોઈ બેઠા હતા. તે વખતે એક મોટા કંપાઉન્ડનો કબજો સરકારે લઈ લીધો. ખેડુતોની આંતરડી કકળી ઉઠી. વલ્લભભાઈનું હૃદય આક્રંદ કરી ઉઠ્યું. તેમણે કહ્યું – આપણી મહેનતનો કપાસ સરકારે મફત પડાવી લીધો છે.

સત્યાગ્રહીઓની આ મેદનીમાં મટવાડના મંગાભાઈ સુખાભાઈ, કરાડીના રણછોડભાઈ લાલાભાઈ અને મકનભાઈ પરસોતભાઈ હાજર હતા. મફતમાં પડાવી લીધેલ કપાસના ઢગલાનો નાશ કરવાનો સંકલ્પ મોતની પરવા ન કરનારા આ ત્રણ સાહસીકોએ લીધો. ત્રણે નવસારીના ડૉ. ખંડુભાઈને મળ્યા. વાત કરી. ડૉ. ખંડુભાઈ ખુબ રાજી થયા. મદદ કરવા તૈયાર થયા.

એમણે એક તરકીબ શોધી કાઢી. કપાસના ઢગલામાં ફોસ્ફરસ મુકી કપાસ બાળી મુકવાનો હતો. કામ કઠણ હતું. જાનનું જોખમ હતું. કાંટાળા તારની વાડ હતી. ચોવીસ કલાક પોલીસોનો પહેરો હતો. પકડાયા તો આવી જ બને. કાં ફાંસી, કાં આજીવન કારાવાસ. છતાં આ ત્રણે વીરો કપાસને આગ ચાંપવા કૃતસંકલ્પ હતા.

ત્રણે વીરો સર્પની જેમ સરકતા સરકતા કંપાઉન્ડમાં દાખલ થયા. કપાસના ઢગલા પાસે પહોંચી ગયા. સુર્યનારાયણનાં પ્રથમ કીરણો કઈ બાજુથી આવે છે તેનો ખ્યાલ કરીને ઢગલામાં ફોસ્ફરસ ભભરાવી દીધો. સર્પની જેમ સરકતા સરકતા પાછા આવતા રહ્યા. સુર્યનારાયણ હીંદના સ્વરાજ્યની જ્યોત જલતી રાખવા પોતાનો રથ હંકારતા હંકારતા ઉગમણી કોરે આવી રહ્યા હતા. સુર્ય નારાયણે પોતાનું પહેલું કીરણ ઝુંટવી લીધેલા કપાસના ઢગલા પર ફેંક્યું, અને જંગલમાં દવ લાગે તેમ ફોસ્ફરસ સળગી ઉઠ્યો. આંખના પલકારામાં બધું બળીને ખાખ થઈ ગયું. પોલીસો અને અધીકારીઓ ચકીત થઈ ગયા. આવું બને જ શી રીતે? તેમને માટે કોયડો કોયડો જ રહ્યો!

આ બાજુ ડૉ. ખંડુભાઈ દેસાઈ અને કાંઠાના ત્રણે રાષ્ટ્રવાદી યુવાનો માતૃભૂમીની મુક્તી માટેના યજ્ઞમાં કંઈક કર્યાનો પરીતોષ લઈ રહ્યા હતા.

Advertisements

2 responses to “કપાસની હોળી

  1. બહુ જ રસપ્રદ વાત . મજા આવી. મારા મામા પણ પત્રીકાઓ વહેંચવાનું કામ કરતા હતા. એમણે ઘણી બધી આવી વાતો કરેલી, પણ બધી વીસરાઈ ગઈ છે. તમે આ ગૌરવવાળો ઈતીહાસ નેટ ઉપર મુકીને બહુ સારી સેવા કરો છો.

  2. આ ઈતીહાસને હવે કોણ પુછે છે? તમે યાદ કરી અને કરાવી એ બદલ ખુબ ખુબ ધન્યવાદ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s