સાહસીક અભીયાન

૧૯૪૨ ની ક્રાંતી દરમીયાન સરકારની વીરુદ્ધમાં કેટલાક બનાવો બનેલા. તેના ઉપરથી ખ્યાલ આવશે કે લોકો પરદેશી શાસનને કેટલું ધીક્કારતા હતા!

સાગરાનો રેલ્વે પુલ ઉડાવવાનો પ્રયાસ

બ્રીટીશ શાસનને છીન્નભીન્ન કરી નાખવું, રફેદફે કરી નાખવું, તે માટેના પ્રયત્નો થતા હતા. આયોજનો થતાં હતાં. તેમાં એક વાર નવસારી અને મરોલી વચ્ચે આવેલ સાગરાનો પુલ ઉડાવી દેવાનું નક્કી કર્યું. તેમાં તવડીના ચાર ભાઈઓ, કાદીપોરના ચાર ભાઈઓ અને દેલવાડા, કરાડી, મટવાડના યુવાનો પણ હતા. પી.સી. પટેલે મુંબઈના એક કોન્ટ્રાક્ટર પાસેથી દારુગોળો મેળવ્યો હતો. આ દારુગોળો રાત્રે મરોલી સ્ટેશને ઉતારવામાં આવ્યો હતો. ત્યાંથી દેલવાડાના ભાઈઓ બળદગાડામાં લઈ ગયેલા. આ કાર્યક્રમમાં જોડાયેલ ભાઈઓને દારુગોળાના ઉપયોગ વીશેનું જ્ઞાન અને અનુભવ ઓછો હતો. પુલના થાંભલાની મજબુતાઈ વીશે પણ પુરો ખ્યાલ નહોતો. એટલે રાત્રે પુલના કોંક્રીટને તોડતાં ઠીક ઠીક સમય લાગેલો. અંતે જ્યારે દારુગોળો મુકી સળગાવવામાં આવેલો ત્યારે પ્રચંડ ધડાકો થયેલો. જેનો અવાજ માઈલો સુધી સંભળાયેલો. પરંતુ સફળતા નહોતી મળી. અનુભવ અને આવડતની ખામીને કારણે પુલમાં નાનકડું ગાબડું જ પડ્યું હતું. પુલ તો સલામત હતો.

કનાઈ ખાડીના રેલ્વે પુલ પર બોમ્બ મુક્યો

સાગરાનો પુલ ઉડાવી દેવામાં મળેલી નીષ્ફળતા પછી એમ થયું કે હવે કનાઈ ખાડી પરનો રેલ્વે પુલ ઉડાવી દઈએ, જે નવસારી અને વેડછા વચ્ચે આવ્યો છે. આ વખતે વધુ ચોકસાઈ રાખી વ્યવસ્થીત આયોજન કર્યું. બે ટુકડી પાડી. એક ટુકડી નવસારીની, બીજી ટુકડી કાંઠા વીભાગની. બંને ટુકડી વચ્ચે સાંકેતીક ભાષામાં વાતચીત થતી. એક ટુકડી ‘વંદે’ બોલે તો બીજી ટુકડી ‘માતરમ’ બોલે, એટલે ખબર પડી જતી કે એ આપણાવાળા જ છે. એક બીજો સંકેત પણ હતો. જો કોઈ અકલ્પ્ય સંજોગો ઉભા થાય તો ત્રણ વાર ટોર્ચનો પ્રકાશ કરવો, જેથી ખબર પડે કે એ આપણા જ સાથીદારો છે. નક્કી કરેલ સમયે કાંઠા વીભાગની ટુકડી કનાઈ ખાડીના પુલ નજીક પહોંચી ગઈ હતી. નવસારીની ટુકડી ત્યાં આવી નહોતી. તપાસ કરતાં ખબર પડી કે તે ટુકડી તો ખુબ સરસ રીતે તૈયાર થઈને આવી ગઈ છે. તેમની પાસે હથીયારો હતાં. બોંબ પણ તેમની પાસે જ હતો. બધાએ કાળો પોશાક પહેર્યો હતો અને બુકાની જેવું બાંધ્યું હતું. એક ટુકડી બોંબ મુકવા આગળ વધી. બીજી ટુકડી પુલને બંને છેડે ચોકી માટે ગોઠવાઈ ગઈ. કનાઈ ખાડીના પુલની રખેવાળી માટે બે રખેવાળો આંટાફેરા કરતા હતા. એ બંનેને પકડી લીધા. “ખબરદાર કંઈ બોલ્યા તો…” રામભાઈ ઉંકાભાઈએ ધા (ધારીયા જેવું હથીયાર) બતાવ્યું. ગભરાયેલા બીચ્ચારા રખેવાળોનાં કપડાં બગડી ગયાં….. ગાડી વેડછા સ્ટેશને આવી ચુકી હતી. જલદી જલદી બોંબ ગોઠવી દીધો. જામગીરી ચાંપી દીધી. ભયંકર વીસ્ફોટ થયો. બોંબ મુકનાર ભાઈઓ તો રેસના ઘોડાની જેમ ભાગ્યા. હમણાં ગાડી આવશે ને હમણાં ફુરચા ઉડી જશે એમ થતું હતું, પણ કંઈ જ ન થયું. પુલ અડીખમ ઉભો હતો. ગાડી સડસડાટ કરતી નીકળી ગઈ.

સરકારી ચોરા બાળવાનો કાર્યક્રમ
કાંઠા વીભાગમાં સરકારી ચોરાઓને આગ ચાંપી બાળી નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું. તે માટે કાર્યક્રમ ઘડી ટુકડીઓ પાડી. બોદાલી, મછાડ, કોથમડી, દાંડી, આટ વગેરે ગામોના સરકારી ચોરા બાળવાની પ્રવૃત્તીમાં એક અવરોધ હતો. દરેક ગામમાં સેવાભાવી ચોકીદારો રહેતા. રાત્રીના સમયે આ ચોકીદારો ગામલોકોની અને ગામડાંની મીલકતની રક્ષા કરતા. ગામડાંના લોકો પગાર આપે કે ન આપે તેની દરકાર કર્યા વીના સેવા કરતા. એટલે ગામલોકોને એમને માટે લાગણી. તેથી આ કામમાં ધારી સફળતા ન મળી. ઉતારા પ્રવૃત્તીમાં ગામલોકો જાગી જતા ત્યારે રાષ્ટ્રવાદીઓને જીવ લઈને ભાગવું પડતું, કારણ કે જો પકડાઈ જાય તો સરકાર જીવતા છોડે એમ નહોતી. એટલે સરકારી ચોરા બાળવાની પ્રવૃત્તીમાં સફળતા નહોતી મળી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s