ગાંધીજીની ધરપકડ

ગાંધીજી કરાડીની ઝુંપડીમાં રહ્યા તે દરમીયાન નવજીવન પ્રેસમાં છપાયેલ લખાણોની નકલો લઈને એક ભાઈ સુરતના પાટીદાર આશ્રમમાં આવેલા. એ નકલો ગાંધીજીને પહોંચાડવાની હતી. તે કામ આટના પરભુભાઈ બદીયાને સોંપાયું. તે વખતે સુરતના સ્ટેશન માસ્તર મહાદેવભાઈ દેસાઈના ભાઈ હતા. ફ્રન્ટીઅર મેઈલ આવી રહ્યો હતો. પણ તે નવસારી થોભતો ન હતો. એટલે મહાદેવભાઈના ભાઈએ ફ્રન્ટીઅર મેઈલના ગાર્ડને ખાસ સુચના આપી કે ફ્રન્ટીઅર મેઈલ નવસારી સ્ટેશને ખાસ ઉભો રાખી આ ભાઈને (બદીયાને) ત્યાં ઉતારી દેવા. તે પ્રમાણે ગાર્ડે પરભુભાઈ બદીયાને નવસારી ઉતારી દીધા. અંધારી રાત. પરભુભાઈ ચાલતા ચાલતા જલાલપુર, બોદાલી, મછાડ થઈને ધલ્લાની ખાડી સુધી આવ્યા. ખાડી પર વહાણનો એક ઘંટ હતો. લોકોને સાબદા કરવા તે વગાડ્યો. છાવણીમાં આવી પરભુભાઈએ ગાંધીજીને જગાડ્યા, કાગળો આપ્યા, સંદેશો આપ્યો. ગાંધીજીએ તરત જ જવાબ લખી પરભુભાઈને વીદાય કર્યા.
પછી તો આ લડતે આખા હીન્દુસ્તાનમાં ઉગ્ર સ્વરુપ પકડ્યું. લોકો સમુદ્રનું ખારું પાણી લાવી, ઉકાળી મીઠું બનાવી નાનાં નાનાં પડીકામાં વેચતાં, ધરપકડ વહોરી લેતાં.
તે દરમીયાન ગાંધીજીએ કરાડીની છાવણીમાંથી વાઈસરૉય લોર્ડ અર્વીનને બીજો પત્ર લખ્યો : “હવે હું ધરાસણાના મીઠાના અગરો ઉપર ચઢાઈ કરવાનો છું.” એટલે વાઈસરૉયે એમની ઉપર વૉરંટ કાઢ્યું. ગાંધીજી કરાડીની ઝુંપડીમાંથી કુચ કાઢે તે પહેલાં જ પાંચમી મેની રાત્રે એક વાગે એમની ધરપકડ કરવામાં આવી. રાતોરાત વેડછા સ્ટેશનની કેબીન આગળ હાંસાપોર ફાટક પાસે (હવે આ સ્થળે ફ્લેગ સ્ટેશન બન્યું છે.) ટ્રેન ખાસ થોભાવીને એમને યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s