ગાંધીજીનું સ્વદેશાગમન

. ગાંધીજીનું સ્વદેશાગમન

ગાંધીજીએ દક્ષીણ આફ્રીકામાં અંગ્રેજ સરકાર જેવા મગરમચ્છ સામે નવી રીત અજમાવી દુનીયામાં કોઈએ અજમાવી હોય એવી. શસ્ત્રની સામે શસ્ત્ર નહીં, તેમાં તો જે બળીયો હોય તે ફાવે. વેરની સામે વેર નહીંઅવેર. દુશ્મનને પણ ચાહવો. તેનો હૃદયપલટો કરવો. જુલમ સહન કરવો. તેમ કરતાં કુરબાન થઈ જવું પડે તો કુરબાન થઈ જવું, પણ જુલમગારને તાબે થવું. આત્મશક્તીને જગાડતો મંત્ર એમણે શીખવ્યો. સત્ય, અહીંસા, સત્યાગ્રહ એમનાં શસ્ત્રો હતાં. જેના વડે એમણે ત્યાંની ગોરી સરકારને નમાવી હતી. કોઈ માનવા તૈયાર હતું. પણ ઈતીહાસ હતો ૧૮૯૪ થી ૧૯૧૫ સુધીનો. મોહનદાસ કરમચંદ ગાંધી ઈતીહાસ રચનારા હતા, સર્જક હતા.

અમેરીકન લશ્કરી અમલદાર જનરલ ડગ્લાસ મૅક આર્થરે સાચું લખ્યું હતુ: સભ્યાતાની ઉત્ક્રાંતીમાં જો એણે ટકવું હશે, તો સૌ કોઈને છેવટે ગાંધીની જેમ નીષ્કર્ષ પર આવ્યા વીના છુટકો નથી કે મતભેદના પ્રશ્નોને ઉકેલવા શસ્ત્રો વાપરવાની રીત મુળે માત્ર ખોટી નથી, પણ રીતની અંદર આત્મહત્યાનાં બીજ રહેલાં છે. સશસ્ત્ર યુદ્ધની નાકામયાબી ખુદ લશ્કરી વડાએ કબુલ કરી છે.

મહાત્મા ગાંધી ૧૯૧૫માં વીજયી બનીને સ્વદેશ પાછા ફર્યા. ઠેરઠેર લોકોએ એમનું સ્વાગત કર્યું. એમને પોંખ્યા. રાષ્ટ્રીય આગેવાનોએ એમને સ્વતંત્રતાની લડતમાં ભાગ લેવા આગ્રહ કર્યો. પણ એમના રાજકીય ગુરુ ગોખલેએ એવું સુચન કર્યું કે સ્વરાજ્યની લડતમાં ભાગ લેવા પહેલાં એક વરસ હીન્દુસ્તાનનો પ્રવાસ કરો. તે પ્રમાણે ગાંધીજી એક વરસ આખા દેશમાં ફર્યા. દેશનાં દર્શન કર્યાં.

કાશી વીદ્યાપીઠમાં

૧૯૧૬માં ગાંધીજી કાશી વીદ્યાપીઠની સ્થાપનાના સંમેલનમાં ગયા. કાશી વીશ્વવીદ્યાલયની સભાના મંચ પર આખા દેશમાંથી આવેલા રાજામહારાજાઓ બીરાજેલા હતા. ખુદ વાઈસરૉય પોતે પણ હાજર હતા. એની બેસન્ટ અધ્યક્ષ હતાં. મંચ પર બીરાજેલા રાજામહારાજાઓના શરીર પર કીમતી આભુષણો ઝગારા મારી રહ્યાં હતાં. એના ચળકાટથી આંખો અંજાઈ જતી હતી, એવા વાતાવરણમાં દેશી સાળ પર વણાયેલી ખાદીનું જાડું અંગરખું પહેરીને અને માથે કાઠીયાવાડી પાઘડી બાંધીને ગાંધીજીએ પ્રવેશ કર્યો. લોકોએ એમના તરફ જોયું, પણ બધાં ખામોશ હતાં. લોકોને ખબર હતી કે ગામડીયા જેવા દેખાતા માણસે દક્ષીણ આફ્રીકાની ગોરી સરકારને ફેં ફેં કરાવી દીધી હતી. … અને પછી ગાંધીજીએ મૌન તોડ્યું. જેણે દેશનો નકશો બદલી નાખ્યો. ઈતીહાસ બદલી નાખ્યો. એમણે પોતાની મૌનયાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું: આખા દેશમાં ફર્યા પછી દેશના લોકોની અસહ્ય ગરીબી જોઈને હું આશ્ચર્યચકીત થઈ ગયો છું. મને સતત એવું લાગ્યા કર્યું છે કે દેશ તો ઘણો સુખીસમૃદ્ધ હતો. લોકો એને સોનાની ચીડીયા કહેતા હતા. ધનવૈભવ ક્યાં ગયો? મંચ પર રત્નો અને આભુષણોનો ઝગમગાટ જોઈને મને ખ્યાલ આવી ગયો કે દેશની લક્ષ્મી ક્યાં ગઈ છે? જો મારું ચાલે તો જે સંપત્તી છે તે હું દેશનાં લાખો કરોડો ગરીબ લોકોમાં વહેંચી દઉં!.. હું પણ ક્રાંતીકારી છું….

અધ્યક્ષ સ્થાને બેઠેલાં એની બેસન્ટે ગાંધીજીને વાત પર બોલતા અટકાવ્યા. પણ ગાંધીજીએ નીચે બેઠેલા શ્રોતાજનોને પૂછ્યું: મારું ભાષણ પુરું કરી દઉં?” અધ્યક્ષશ્રી જવાબ આપે તે પહેલાં લોકો બોલી ઉઠ્યાં: ના. ના અમારે ગાંધીજીને સાંભળવા છે. અને ગાંધીજીએ જે કંઈ કહ્યું તેણે દેશના ઈતીહાસને નવી દૃષ્ટી આપી. ૧૯૧૬ એટલે પ્રથમ વીશ્વયુદ્ધના જમાનામાં આવું બોલવાનો શું અર્થ થાય તે કહેવાની જરુર નથી. પણ તે દિવસે ગાંધીની વાણીમાં નવો સંકલ્પ ઘોષીત થયો હતો, જેણે દેશની સીકલ બદલી નાખી.

ચંપારણ સત્યાગ્રહ

૧૯૧૭ની શરુઆતમાં લખનૌમાં મહાસભાનું સંમેલન હતું. ગાંધીજી સંમેલનમાં ગયા. ત્યાં રાજકુમાર શુક્લ નામના એક ખેડુતે ગાંધીજીને ચંપારણ (બીહાર) આવવા વીનંતી કરી. ગાંધીજીએ વીનંતી સ્વીકારી ચંપારણની મુલાકાત લીધી. ચંપારણમાં ગળીની ખેતી થતી હતી. એેના માલીકો અંગ્રેજો હતા. ખેડૂતો જમીનના /૨૦ ભાગમાં ગળીનું વાવેતર કરી મુળ માલીકોને આપવા કાયદેથી બંધાયેલા હતા. પ્રથાને તીન કઠીયાતરીકે ઓળખવામાં આવતી હતી. રીતે ખેડુતો પર થતા અન્યાયથી ગાંધીજીનું હૃદય આક્રંદ કરી ઉઠ્યું. તેમણે ચંપારણના ખેડુતોનો પ્રશ્ન હાથમાં લીધો. એટલે તેમની ઉપર ફોજદારી કાયદાની કલમ ૧૪૪ પ્રમાણે કેસ કરવામાં આવ્યો. કેસની સુનાવણી વખતે મેજીસ્ટ્રેટ અને સરકારી વકીલ ગભરાતા હતા. કેસ મુલતવી રાખવા સરકારી વકીલે જણાવ્યું. ત્યારે ગાંધીજીએ કહ્યું, કેસ મુલતવી રાખવાની જરૂર નથી. ગુનો મને કબુલ છે. મેં સરકારી આદેશની અવગણના કરી છે. તેમ કરવાનો મને પુરેપુરો અધીકાર છે. ચંપારણના ખેડુતોના કેસની મારે પુરેપુરી તપાસ કરવી છે. કેવળ ખેડુતોની નહીં, પરંતુ નીલવરોની પણ મુલાકાત લઈ, સંપુર્ણ તપાસ કરવા ઈચ્છું છું. એમ કરતાં જેલ જવું પડે તો તે માટે પણ મારી પુરી તૈયારી છે. ખેડુતોને સહાય કરવાની બાબતમાં અને કેસની તપાસ કરવાની બાબતમાં વકીલ બ્રજકીશોરબાબુ અને રાજેન્દ્રબાબુનો પુરો સહકાર મળ્યો હતો. બંને બીહારના પ્રતીષ્ઠીત વકીલો હતા. આચાર્ય કૃપલાનીએ પણ મદદે આવવા વચન આપ્યું હતું. રીતે ચંપારણના સત્યાગ્રહનો તખ્તો ગોઠવાયો હતો. ગાંધીજીએ આગેવાની લીધી. ચંપારણની લડતથી હિન્દુસ્તાનને સત્યાગ્રહ અને સવીનય કાનુનભંગનો નવો પદાર્થપાઠ મળ્યો.

ભારતમાં આવ્યા પછી ગાંધીજીએ ગુજરાતના ખેડા જીલ્લામાં તથા બીહારના ચંપારણ જીલ્લામાં ખેડુતો પર સરકારે સારો પાક ઉતર્યો હોવા છતાં કમરતોડ મહેસુલ વધાર્યું હતું, તેના વીરોધમાં ખેડુતો પાસે સત્યાગ્રહ કરાવ્યો હતો. જેને લીધે મહેસુલ વધારો પાછો ખેંચવાની સરકારને ફરજ પડી હતી.

ગાંધીજીને મળેલી પહેલી સફળતા.

બેરીસ્ટર ગાંધી દક્ષીણ આફ્રીકાથી આવ્યા પછી બીજે વર્ષે ચંપારણના ગરીબ ખેડુતોનો પ્રશ્ન લડવા ગયા ત્યારે ત્યાં કેવી રીતે રહેતા હતા તે વીષે એમની સાથે ગયેલાં મણીબેન પરીખે એક સરસ પ્રસંગ લખ્યો છે, તે જોઈએ:

અમે મોતીહારી ગયાં ત્યારે ત્યાં ખુબ ઠંડી હતી. અમારી પાસે ઓઢવા પાથરવાનું કંઈ સાધન હતું. એક શેતરંજી અને એક ઓશીકું હતું. તે નરહરીભાઈને આપ્યું. બીહારથી એક રૂપિયાનો એક ધાબળો લીધો. કપડાનું ઓશીકું કરીએ. ખુબ ઠંડી. એટલે હું અને દુર્ગાબેન સાથે સુઈ જઈએ. તો યે હુંફ મળે. મહાદેવભાઈ અને નરહરીભાઈ બહાર પાટ પર ભેગી પથારી કરીને સુઈ જાય. બાપુ પાસે પણ એક ધાબળો. તે અડધો નીચે પાથરે અને અડધો ઓઢે. મહાદેવભાઈ ને નરહરીભાઈ સુવા જાય ત્યારે બાપુ કહે કે, “મહાદેવ, બધાં છાપાં છે તે મારી ઉપર નાખો. બાનું પણ આમ ચાલે. અમે બધાંને ઠંડીનો સરસ અનુભવ થાય.

લોકનાડ પારખવા માટે ગાંધીજીએ શું શું કર્યું? શું શું વેઠ્યું? કડકડતી ઠંડીમાં અડધો ધાબડો ઓઢવો ને અડધો પાથરવો ને છાપાં ઓઢી સુઈ રહેવું રીતે પ્રજાની ગરીબાઈના જાતઅનુભવ દ્વારા ગાંધીજીએ ભારતના જાહેર જીવનમાં પ્રવેશ કર્યો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s