કાશી વીદ્યાપીઠમાં

કાશી વીદ્યાપીઠમાં

૧૯૧૬માં ગાંધીજી કાશી વીદ્યાપીઠની સ્થાપનાના સંમેલનમાં ગયા. કાશી વીશ્વવીદ્યાલયની સભાના મંચ પર આખા દેશમાંથી આવેલા રાજામહારાજાઓ બીરાજેલા હતા. ખુદ વાઈસરૉય પોતે પણ હાજર હતા. એની બેસન્ટ અધ્યક્ષ હતાં. મંચ પર બીરાજેલા રાજામહારાજાઓનાં શરીર પર કીમતી આભુષણો ઝગારા મારી રહ્યાં હતાં. એના ચળકાટથી આંખો અંજાઈ જતી હતી. એવા વાતાવરણમાં દેશી સાળ પર વણાયેલી ખાદીનું જાડું અંગરખું પહેરીને અને માથે કાઠીયાવાડી પાઘડી બાંધીને ગાંધીજીએ પ્રવેશ કર્યો. લોકોએ એમના તરફ જોયું, પણ બધાં ખામોશ હતાં. લોકોને ખબર હતી કે ગામડીયા જેવા દેખાતા માણસે દક્ષીણ આફ્રીકાની ગોરી સરકારને ફેં ફેં કરાવી દીધી હતી. … અને પછી ગાંધીજીએ મૌન તોડ્યું. જેણે દેશનો નકશો બદલી નાખ્યો. ઈતીહાસ બદલી નાખ્યો. એમણે પોતાની મૌનયાત્રાનો ઉલ્લેખ કરતાં કહ્યું: આખા દેશમાં ફર્યા પછી દેશના લોકોની અસહ્ય ગરીબી જોઈને હું આશ્ચર્યચકીત થઈ ગયો છું. મને સતત એવું લાગ્યા કર્યું છે કે દેશ તો ઘણો સુખીસમૃદ્ધ હતો. લોકો એને સોનાની ચીડીયા કહેતા હતા. ધનવૈભવ ક્યાં ગયો? મંચ પર રત્નો અને આભુષણોનો ઝગમગાટ જોઈને મને ખ્યાલ આવી ગયો કે દેશની લક્ષ્મી ક્યાં ગઈ છે? જો મારું ચાલે તો જે સંપત્તી છે તે હું દેશનાં લાખો કરોડો ગરીબ લોકોમાં વહેંચી દઉં!.. હું પણ ક્રાંતીકારી છું….

અધ્યક્ષ સ્થાને બેઠેલાં એની બેસન્ટે ગાંધીજીને વાત પર બોલતા અટકાવ્યા. પણ ગાંધીજીએ નીચે બેઠેલા શ્રોતાજનોને પૂછ્યું: મારું ભાષણ પુરું કરી દઉં?” અધ્યક્ષશ્રી જવાબ આપે તે પહેલાં લોકો બોલી ઉઠ્યાં: ના. ના અમારે ગાંધીજીને સાંભળવા છે. અને ગાંધીજીએ જે કંઈ કહ્યું તેણે દેશના ઈતીહાસને નવી દૃષ્ટી આપી. ૧૯૧૬ એટલે પ્રથમ વીશ્વયુદ્ધના જમાનામાં આવું બોલવાનો શું અર્થ થાય તે કહેવાની જરુર નથી. પણ તે દિવસે ગાંધીની વાણીમાં નવો સંકલ્પ ઘોષીત થયો હતો, જેણે દેશની સીકલ બદલી નાખી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s