પ્રકરણ ૨ પ્રાસ્તાવીક

પ્રાસ્તાવીક

આ પુસ્તકનું સંપાદન સાહીત્યનો જ્ઞાનપીઠ પુરસ્કાર વીજેતા ગુજરાતીના જાણીતા સાક્ષર શ્રી. મોહનભાઈ દાંડીકરે કર્યું છે. ૨૦૦૫ સુધીમાં એમણે ૪૭ પુસ્તકો પ્રસીદ્ધ કર્યાં છે.

શ્રી દયાળભાઈ કેસરી શરુઆતમાં આ ગાથા કહેતા ગયેલા અને ભાઈશ્રી બળવંતભાઈ છીમા એને કાગળ પર ઉતારતા ગયા હતા. આ ઉપરાંત દયાળભાઈ પાસે બીજી જે કંઈ સામગ્રી (કોર્ટ કેસના જજમેન્ટની નકલ, છાપાની નકલ, જેલનાં કેટલાંક સર્ટીફીકેટ, શહીદોના ફોટા વગેરે પૈકી જરુરી) હતી તે બધું એમણે મોહનભાઈને સોંપ્યું હતું અને મોહનભાઈએ એને પુસ્તક સ્વરુપે મુક્યું. એને ફેબ્રુઆરી ૨૦૦૬માં પ્રસીદ્ધ કરવામાં આવ્યું.

દયાળભાઈનો ચાર પેઢી સુધીનો પરીવાર અહીં ન્યુઝીલેન્ડમાં છે. તેઓ ભાગ્યે જ ગુજરાતી વાંચી શકે છે. આથી એનું અંગ્રજીમાં ભાષાંતર પ્રગટ કરવાની પણ એમની ઈચ્છા છે. અંગ્રેજીમાં અનુવાદનું કામ એમણે મને સોંપ્યું ત્યારે આ પુસ્તક બધાના લાભ માટે ઈન્ટરનેટ પર મુકવાનું મેં સુચન કર્યું, જે એમણે સ્વીકાર્યું. દયાળભાઈની મંજુરીથી આ પુસ્તકને ઉંઝા જોડણીમાં મુકવાનું નક્કી કર્યું છે.

આમાંની કેટલીક વાતો મેં દયાળભાઈના સ્વમુખે સાંભળી છે. રાજપીપળાથી નવસારી પ્રકરણ મુળ પુસ્તકમાં નથી. આ વાત દયાળભાઈ જ્યારે અહીં વેલીંગ્ટન આવ્યા ત્યારે મેં એમની પાસે સાંભળી અને મેં એનો સમાવેશ આ ઈન્ટરનેટ આવૃત્તીમાં કર્યો છે. તે જ રીતે જવાહરલાલ નહેરુ પણ મુળ પુસ્તકમાં નથી, પણ આ આવૃત્તીમાં આવશે. દયાળભાઈનું કહેવું છે કે અમુક વીગતો રહી જવા પામી છે તેનો નવી આવૃત્તીમાં સમાવેશ કરવો જોઈએ.

દયાળભાઈ કહે છે, દાંડીના ત્રણ મીત્રો શ્રી મોહનભાઈ દાંડીકર, શ્રી ધીરુભાઈ હી પટેલ અને શ્રી દયાળજી મો પટેલના સહકાર વીના આ પુસ્તકનું પ્રકાશન કાર્ય શક્ય બન્યું ન હોત.

મોહનભાઈ દાંડીકર કહે છે, દયાળભાઈની વીશેષતા એ છે કે એમની પાસે અનુભવનું ભાથું છે. રજુઆતની આવડત છે. અભ્યાસ પણ છે, માત્ર લખવા ખાતર લખ્યું નથી. મનોમંથન કર્યું છે. વરસો સુધી મનમાં ઘુંટાયા કર્યું છે. પછી કલમ ઉપાડી છે. આ પુસ્તકની ખાસ વીશેષતા એ છે કે કેટલાક પ્રસંગો અહીં પહેલી વાર રજુ થયા છે. (સ્વાતંત્ર્ય લડત વીષે ઘણાં પુસ્તકો પ્રગટ થયાં છે.)…તે પ્રસંગોથી હું ઘણો જ પ્રભાવીત થયો છું.

તેઓ વધુમાં કહે છે, આ પુસ્તકમાં લેખો આઝાદીની લડત અંગેના છે, એ લડતમાં જોડાયેલા આગેવાનો અંગેના છે. એ આગેવાનોનાયે આગેવાન મહાત્મા ગાંધી અંગેના છે. આશા રાખું છું, જેમણે આ લડતમાં ભાગ લીધો છે તેમને અને જેઓ આ માહોલથી સાવ અપરીચીત છે, અલીપ્ત છે, તેમને પણ ૪૨ના લડતના ઈતીહાસની આ વાતો ગમશે જ.

Advertisements

2 responses to “પ્રકરણ ૨ પ્રાસ્તાવીક

 1. વહાલા ભાઈ,

  બ્લોગની દુનીયા મારે માટે હજી નવી જ છે. અમારા સૌના વહાલા ટૅક્સાસ નીવાસી મીત્ર સુરેશ જાનીએ તમારી આ લીંક મોકલી અમને ખુબ જ આનંદ અને સંતોષ આપ્યો.. આભાર સુરેશભાઈ..
  પ્રાસ્તાવીકમાં તમે લખો છો કે, દયાળભાઈ કહે છે, “દાંડીના ત્રણ મીત્રો શ્રી મોહનભાઈ દાંડીકર, શ્રી ધીરુભાઈ હી પટેલ અને શ્રી દયાળજી મો. પટેલના સહકાર વીના આ પુસ્તકનું પ્રકાશન કાર્ય શક્ય બન્યું ન હોત.”
  આ વાંચ્યું ત્યારે મને બહુ ગમ્યું કારણ કે આ ત્રણે મારા વીદ્યાપીઠકાળના સહાધ્યાયી મીત્રો છે અને મને તેનું ગૌરવ છે..
  ભાઈ, તમે આ ન્યુઝીલેન્ડ બેઠે લખો છો કે ? તમને જાણીને આનંદ થશે કે અમારા એક અમદાવાદી મીત્ર અને લોકભારતીના સ્નાતક શ્રી જુગલકીશોર નવી પેઢીનેયે રસ પડે તેવી વાત લઈને હાલ તેઓ આવ્યા છે. તેમણે ‘ગાંધીદર્શન’— http://mahatmaji.wordpress..com/ નામનો બ્લોગ શરુ કર્યો છે..
  મુ. શ્રી નારાયણભાઈ દેસાઈનું પુસ્તક ‘સંત સેવતાં સુકૃત વાધે’ તેમણે હપ્તે હપ્તે ત્યાં મુકવા માંડ્યું છે. નારાયણભાઈએ જાતે તેમને આશીષ આપ્યા. મહામનાને મન કે સામાન્ય વાચકનેય જોડણી મહત્ત્વની નથી.. તમારું આ લખાણ શુદ્ધ સાર્થમાં જ છે.. માત્ર બબ્બે ‘ઈ–ઉ’ને બદલે તમે એકેક જ વાપર્યાં છે એટલું જ, જે યોગ્ય જ છે; કારણ કે તે અર્થભેદક જ રહ્યા નથી.. તેથી ક્યાં સુધી તે નીરર્થક કર્મકાંડ નીભાવવો ? માટે તે બાબતનો સંકોચ રાખશો નહીં…
  અમારી ઘણી ઘણી શુભેચ્છા સૌના આ પુરુષાર્થ બદલ..
  ભાઈ, ગાંધી નામનું માટીનું કોડીયું ગાયના શુદ્ધ ઘીથી બળે છે અને સાવ ઝીણો તોય ચોખ્ખો પ્રકાશ પાથરે છે જેની આ જગતને સદા ગરજ રહેવાની..
  અમારા મીત્ર મોહનભાઈ દાંડીકરને અભીનંદન પહોંચાડજો અને પુજ્ય દયાળજી કેસરીજીને અમારા ભાવભીના પ્રણામ પાઠવજો..
  ઈ–મેઈલ કરશો તો ગમશે..
  ..ઉત્તમ અને મધુ..સુરત.. uttamgajjar@hotmail.com

 2. ગાંધીજી અને સ્વાતંત્ર સંગ્રામની વાતો ઊંઝા જોડણીમાં. અરરર…!!! ગાંધીજીના આત્માને સ્વર્ગમાં પણ દુઃખ થતું હશે કે આ શું ? સાર્થ જોડની કોશ બન્યા પછી મેં તો લોકોને કહ્યું હતું કે સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર હવે કોઈને નથી. લો હવે મારા ખાસ ભક્તો જ હવે મારા માથે જોડા મારે છે.

  આગળના વાચક મહાનુભાવને જણાવવાનું કે ભલે તમે એક ઈ અને ઉ વાળુ ગુજરાતી જ બોલી શકતા હો.

  ૫ કરોડની વસ્તી વાળા ગુજરાતમાં મોટા ભાગના અભણ અને અંગૂઠાછાપ લોકો પણ બે ઈ ઇ , બે ઊ,ઉ અને સ, શ અને ષ ના ભેદ બોલી બતાવે છે. સાવ ખોટા બહાના કાઢીને ઊંઝાને આગળ કરવામાં તમને શું આનંદ આવે છે?

  આપણી ભાષા અને લિપિનું ગૌરવ જાળવો અને ગાંધીજીને ખાતર એની ઉપર આવું સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય તો ના કરો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s