Comments on: પ્રકરણ ૨ પ્રાસ્તાવીક

By: ABC
ગાંધીજી અને સ્વાતંત્ર સંગ્રામની વાતો ઊંઝા જોડણીમાં. અરરર…!!! ગાંધીજીના આત્માને સ્વર્ગમાં પણ દુઃખ થતું હશે કે આ શું ? સાર્થ જોડની કોશ બન્યા પછી મેં તો લોકોને કહ્યું હતું કે સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર હવે કોઈને નથી. લો હવે મારા ખાસ ભક્તો જ હવે મારા માથે જોડા મારે છે.

આગળના વાચક મહાનુભાવને જણાવવાનું કે ભલે તમે એક ઈ અને ઉ વાળુ ગુજરાતી જ બોલી શકતા હો.

૫ કરોડની વસ્તી વાળા ગુજરાતમાં મોટા ભાગના અભણ અને અંગૂઠાછાપ લોકો પણ બે ઈ ઇ , બે ઊ,ઉ અને સ, શ અને ષ ના ભેદ બોલી બતાવે છે. સાવ ખોટા બહાના કાઢીને ઊંઝાને આગળ કરવામાં તમને શું આનંદ આવે છે?

આપણી ભાષા અને લિપિનું ગૌરવ જાળવો અને ગાંધીજીને ખાતર એની ઉપર આવું સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય તો ના કરો.

By: ઉત્તમ ગજ્જર
વહાલા ભાઈ,

બ્લોગની દુનીયા મારે માટે હજી નવી જ છે. અમારા સૌના વહાલા ટૅક્સાસ નીવાસી મીત્ર સુરેશ જાનીએ તમારી આ લીંક મોકલી અમને ખુબ જ આનંદ અને સંતોષ આપ્યો.. આભાર સુરેશભાઈ..

પ્રાસ્તાવીકમાં તમે લખો છો કે, દયાળભાઈ કહે છે, “દાંડીના ત્રણ મીત્રો શ્રી મોહનભાઈ દાંડીકર, શ્રી ધીરુભાઈ હી પટેલ અને શ્રી દયાળજી મો. પટેલના સહકાર વીના આ પુસ્તકનું પ્રકાશન કાર્ય શક્ય બન્યું ન હોત.”

આ વાંચ્યું ત્યારે મને બહુ ગમ્યું કારણ કે આ ત્રણે મારા વીદ્યાપીઠકાળના સહાધ્યાયી મીત્રો છે અને મને તેનું ગૌરવ છે..

ભાઈ, તમે આ ન્યુઝીલેન્ડ બેઠે લખો છો કે ? તમને જાણીને આનંદ થશે કે અમારા એક અમદાવાદી મીત્ર અને લોકભારતીના સ્નાતક શ્રી જુગલકીશોર નવી પેઢીનેયે રસ પડે તેવી વાત લઈને હાલ તેઓ આવ્યા છે. તેમણે ‘ગાંધીદર્શન’— http://mahatmaji.wordpress..com/   નામનો બ્લોગ શરુ કર્યો છે..

મુ. શ્રી નારાયણભાઈ દેસાઈનું પુસ્તક ‘સંત સેવતાં સુકૃત વાધે’ તેમણે હપ્તે હપ્તે ત્યાં મુકવા માંડ્યું છે. નારાયણભાઈએ જાતે તેમને આશીષ આપ્યા. મહામનાને મન કે સામાન્ય વાચકનેય જોડણી મહત્ત્વની નથી.. તમારું આ લખાણ શુદ્ધ સાર્થમાં જ છે.. માત્ર બબ્બે ‘ઈ–ઉ’ને બદલે તમે એકેક જ વાપર્યાં છે એટલું જ, જે યોગ્ય જ છે; કારણ કે તે અર્થભેદક જ રહ્યા નથી.. તેથી ક્યાં સુધી તે નીરર્થક કર્મકાંડ નીભાવવો ? માટે તે બાબતનો સંકોચ રાખશો નહીં…

અમારી ઘણી ઘણી શુભેચ્છા સૌના આ પુરુષાર્થ બદલ..

ભાઈ, ગાંધી નામનું માટીનું કોડીયું ગાયના શુદ્ધ ઘીથી બળે છે અને સાવ ઝીણો તોય ચોખ્ખો પ્રકાશ પાથરે છે જેની આ જગતને સદા ગરજ રહેવાની..

અમારા મીત્ર મોહનભાઈ દાંડીકરને અભીનંદન પહોંચાડજો અને પુજ્ય દયાળજી કેસરીજીને અમારા ભાવભીના પ્રણામ પાઠવજો..

ઈ–મેઈલ કરશો તો ગમશે..

..ઉત્તમ અને મધુ..સુરત.. uttamgajjar@hotmail.com